Surat : ભેસ્તાનમાંથી પકડાયેલા સરકારી અનાજના જથ્થા માટે અહેવાલ મંગાવાયો, અનાજ મધ્યાહન ભોજન અંતર્ગતનો કે પુરવઠા વિભાગનો તેની તપાસ શરૂ
ગરીબોના અનાજનો કોળિયો છીનવવાની જેણે પણ કોશિશ કરી છે. તેમની સામે કડકાઈથી પગલાં લેવાવા જોઈએ. જયારે બીજી તરફ મનપાના પદાધિકારીઓ દ્વારા આ મામલે જે પણ કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
ભેસ્તાનના (Bhestan )મનપાના શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો(Food Grains ) ઝડપાયેલો જથ્થો ઝડપાયા બાદ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ (DSO) તપાસ આરંભી છે અને સુરત મનપા પાસે ઝડપાયેલા જથ્થાની વિગતો માગી આજે સુરતના પુરવઠા ઝોનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી . વધુમાં મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન ખાતે સ્થિત સુરત મનપાના શોપીંગ સેન્ટરની બંધ દુકાનમાંથી મનપાના અધિકારીઓની તપાસ અંતર્ગત સરકારી અનાજ ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલું મળી આવ્યું હતું . આ અનાજમાં ઘઉં , ચોખા તથા ખાંડનો જથ્થો છે . મનપા તંત્ર તરફથી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે .
મનપાના શોપીંગ સેન્ટરમાંથી ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ઝડપાયા બાદ આજે જિલ્લા પુરવઠા અધિકારી એ એન . હળપતિ દ્વારા સુરત શહેરમાં આવેલી તમામ પુરવઠા ઝોન ઓફિસના નાયબ પુરવઠા અધિકારી સાથે સંયુક્ત બેઠક યોજી હતી . જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને સરકારી અનાજના જથ્થામાં ગેરરીરિત ન આચરાય તેની તાકીદ રાખવાની કડક સુચના આપી હતી.
વધુમાં વિગતો મુજબ મનપાના જે શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો જે જથ્થો ઝડપાયો છે તેનો વિસ્તૃત અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીએ સુરત મહાનગરપાલિકા પાસે મંગાવ્યો છે . જથ્થાની વિગત આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકશે કે , કયા દુકાનદાર દ્વારા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે મનપાના શોપીંગ સેન્ટરમાં સગ્રહ કરવામાં આવ્યો હતો .
ઝડપાયેલો સરકારી અનાજનો જથ્થો મધ્યાહન ભોજન યોજના અંતર્ગતનો ?
મનપાના ભેસ્તાન શોપીંગ સેન્ટરમાંથી ઝડપાયેલો જથ્થો મધ્યાહન ભોજન યોજના હેઠળનો છે કે પછી જિલ્લા પુરવઠા વિભાગ તરફથી ફાળવવામાં આવતા અનાજનો છે એ તપાસનો વિષય બની રહ્યો છે . શોપીંગ સેન્ટરમાંથી જે અનાજ ઝડપાયું છે . તે અનાજનો જથ્થો મધ્યહન ભોજન યોજના અંતર્ગતનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે . મધ્યહન ભોજન યોજના અંતર્ગત ફાળવવામાં આવતું અનાજ રાજ્ય સરકાર સીધુ વેરહાઉસ વિભાગને ફાળવે છે અને વેર હાઉસ વિભાગ દ્વારા નજીકના સરકારી દુકાનદારને ફાળવવામાં આવે છે . ત્યારે આ અનાજનો જથ્થો ખરેખર મધ્યહન ભોજન યોજના હેઠળનો છે કે પછી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાં આવતા અનાજનો છે તે આગામી પ્રાપ્ત વિગતો મુજબ સમયમાં બહાર આવશે.
આ મામલે વિપક્ષી સભ્ય દ્વારા નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે ગરીબોના અનાજનો કોળિયો છીનવવાની જેણે પણ કોશિશ કરી છે. તેમની સામે કડકાઈથી પગલાં લેવાવા જોઈએ. જયારે બીજી તરફ મનપાના પદાધિકારીઓ દ્વારા આ મામલે જે પણ કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો :