AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: નિવૃત બેંક કર્મચારીને લાલચ આપી 32 લાખની છેતરપિંડી, આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી

સુરતમાં નિવૃત બેન્ક કર્મચારી ને શેર બજારમાં રોકાણ કરવા લોભામણી લાલચ આપી 3 લાખ થી વધુ નું રોકાણ કર્યું હતું.ત્યારબાદ ઠગબાજો દ્વારા 41 લાખ નું નુકશાન થયું હોવાનું જણાવી ધમકી આપી 32 લાખથી વધુ રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસ મથક માં ફરિયાદ થઈ હતી.ફરિયાદના આધારે પોલીસે ઠગ બાજ ની ધરપકડ કરી હતી

Surat: નિવૃત બેંક કર્મચારીને લાલચ આપી 32 લાખની છેતરપિંડી, આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી
Surat Fraud Accused Arrest
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 24, 2023 | 5:08 PM
Share

સુરતમાં નિવૃત બેન્ક કર્મચારી ને શેર બજારમાં રોકાણ કરવા લોભામણી લાલચ આપી 3 લાખ થી વધુ નું રોકાણ કર્યું હતું.ત્યારબાદ ઠગબાજો દ્વારા 41 લાખ નું નુકશાન થયું હોવાનું જણાવી ધમકી આપી 32 લાખથી વધુ રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસ મથક માં ફરિયાદ થઈ હતી.ફરિયાદના આધારે પોલીસે ઠગ બાજની ધરપકડ કરી હતી. જેમાં સુરતના એક નિવૃત્ત બેન્ક કર્મચારીને એક દિવસ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. ત્યારબાદ કોલ કરનારે એક શેર બ્રોકર કંપનીમાંથી બોલી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, શેરબજારમાં ઇન્વેસ્ટ કરાવવાથી ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારો લાભ થાય તેવી ઓફર છે. પોતાના સેવિંગના પૈસા છે તે પૈસાને બેંકમાં રાખવાની જગ્યાએ શેર બજારમાં રોકાણ કરો તો તમને વધારે ફાયદો થઈ શકે.

ઇન્વેસ્ટ કરેલા પૈસા હતા તેમાં 41 લાખ રૂપિયાનું નુકશાન થયું

જેથી તેની લોભામણી લાલચમાં આવીને સુરતના ફરિયાદીએ શરૂઆતમાં 3,80,000 બેન્કના ટ્રાન્સફર કરીને સામેના ઠગ વ્યક્તિને આપ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે ઠગ આરોપીએ 15000 રૂપિયા નફો તરીકે ફરિયાદીને પરત આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ વધુ વિશ્વાસ કેળવીને વધુ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ અચાનક સુરતના ફરિયાદીને અન્ય એક ઇસમનો કોલ આવ્યો અને તેઓને જણાવવામાં આવ્યું કે તેઓના જે ઇન્વેસ્ટ કરેલા પૈસા હતા તેમાં 41 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. જેની ભરપાઈ કરવી પડશે.

મહેસાણાથી રાકેશ કાંતિ પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરતના ફરિયાદીએ સૌપ્રથમ તો આરોપીની વાત ન માની પરંતુ ફરિયાદીને વારંવાર ફોન આવતા હતા અને અંતે ધમકીઓ પણ મળી હતી કે જો તે પૈસા નહીં ભરે તો તેઓને ઘરેથી ઊંચકી લઈ જવામાં આવશે અને જ્યાં સુધી પૈસાની પરત ન આપે ત્યાં સુધી તેઓને પોતાની પાસે રાખી મુકવામાં આવશે.સુરતના ફરિયાદી એ ડરીને સામેવાળી ટોળકીને એક 31 લાખ નેટબેન્કિંગ અને આંગડિયા મારફતે મોકલી આપેલા હતા અને એ ઉપરાંત કુલ સુરતના ફરિયાદી પાસેથી કુલ 32,65,000ની છેતરપિંડી કરીને તેઓને આરોપીઓએ પૈસા પરત ન આપ્યા હતા. જેને લઈ ફરિયાદી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. જેમાં મહેસાણાથી રાકેશ કાંતિ પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Gujarat Education : ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્કો બદલાશે, ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમને લઈને વાંચો મહત્વની વિગતો

g clip-path="url(#clip0_868_265)">