Gujarat Education : ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્કો બદલાશે, ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમને લઈને વાંચો મહત્વની વિગતો

એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ કાપ મુકાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. કાપ મુકાયેલા નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણીક વર્ષથી લાગુ કરવામાં આવશે.વર્ષ 2018થી ધો.9થી 12ના મુખ્ય વિષયોમાં પાઠ્યપુસ્તકો એનસીઇઆરટીમાંથી અનુવાદ કરીને તૈયાર કરાયા છે.

Gujarat Education : ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્કો બદલાશે, ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમને લઈને વાંચો મહત્વની વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 1:01 PM

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી) દ્વારા કોર્ષ રિડ્યુસ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. NCERTએ કાપ મુકાયેલા અભ્યાસક્રમના નવા પાઠ્યપુસ્તકો બજારમાં આવી ગયા છે. એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ કાપ મુકાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. કાપ મુકાયેલા નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણીક વર્ષથી લાગુ કરવામાં આવશે. વર્ષ 2018થી ધો.9થી 12ના મુખ્ય વિષયોમાં પાઠ્યપુસ્તકો એનસીઇઆરટીમાંથી અનુવાદ કરીને તૈયાર કરાયા છે.

આ પણ વાંચો :Gujarat Education Budget 2023-2024 : આનંદો હવે વધુ ભણશે ગુજરાત ! શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, વાંચો નવી કોલેજોની જાહેરાત

નવા શૈક્ષણિક વર્ષથી નવા પાઠ્યપુસ્તકોનું અમલીકરણ

નવી શિક્ષણ નિતી મુજબ દેશભરના તમામ બોર્ડમાં સમાન અભ્યાસક્રમ લાગુ કરવા અને એક સરખી શિક્ષણ પ્રક્રિયાને અમલ કરવાના ભાગ રૂપે અભ્યાસક્રમમાં સુધારો કરાયો છે. મળતી માહિતી અનુસાર 2023-24ના શૈક્ષણીક વર્ષથી વિદ્યાર્થીઓને કાપ મુકાયેલા પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેશે. આ માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નવા શૈક્ષણીક વર્ષથી નવા પાઠ્યપુસ્તકો અમલમા મુકાશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સામાન્ય પ્રવાહમાં પણ કેટલાક પાઠ્યપુસ્તકો બદલાશે

ગુજરાત બોર્ડના ધો.9,10ના ગણીત- વિજ્ઞાન ઉપરાંત ધો.11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ પાઠ્યપુસ્તકો ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો બદલાશે. કારણ કે આ પુસ્તકો એનસીઇઆરટીના પાઠ્યપુસ્તક પરથી અનુવાદ કરીને તૈયાર કરાય છે. હાલમાં NCERTએ દ્વારા વિજ્ઞાન પ્રવાહના તૈયાર કરવામાં આવેલા પુસ્તકો બજારમા મુકવામાં આવ્યા છે.

નીટ અને જેઇઇની પરીક્ષામાં વિદ્યાર્થીને અન્યાય નહીં થાય

ગુજરાતના વિદ્યાર્થીઓને નીટ, જેઇઇ જેવી જાહેર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નો મત લઇને કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી જાહેર પરીક્ષાઓમાં પણ નવા કોર્સની બાબતો જ પુછાશે. રાજ્યના વિદ્યાર્થીઓને ઘટાડેલા કોર્સથી જાહેર પરીક્ષાઓમાં અન્યાય નહીં થાય.

નોન પ્રેક્ટિકલ મુદ્દાને દૂર કરાયા

અભ્યાસક્રમ ઘટાડાથી વિદ્યાર્થીઓની સમયનો બચાવ થશે. આ ઉપરાંત અભ્યાસક્રમમાં જે નોન પ્રેક્ટિકલ મુદ્દાઓ છે અને જે મુદ્દા અત્યારના સમયે બિનઉપયોગી છે. તેવા મુદ્દાને હટાવવામાં આવ્યા છે. પરંતુ પર્સન્ટાઇલ કે પાસીંગની ટકાવારીમાં બહું મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

ગુજરાત સરકારે નવી 5 યુનિવર્સિટીને મંજૂરી આપશે

તો બીજી તરફ હાલમાં ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સત્રમાં શિક્ષણને લગતો મોટો નિર્ણય આવી શકે છે. ગુજરાત સરકાર નવી 5 યુનિવર્સિટીને મંજૂરી આપશે. વિધાનસભા ગૃહમાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા આ બિલ લાવશે. જે પછી અમદાવાદમાં સરદાર પટેલ ગ્લોબલ યુનિવર્સિટીની સ્થાપના થશે. ભાવનગરમાં જ્ઞાન મંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનું નિર્માણ થશે. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી, વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની સ્થાપના થશે. તો સાણંદમાં કે એન. યુનિવર્સિટીનું નિર્માણ થશે.

g clip-path="url(#clip0_868_265)">