AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના પ્રથમ ફલાય ઓવરબ્રિજ શરૂ થવામાં લાગશે સમય, મેયરે તારીખ જાહેર કરી

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા દ્વારા ગૌરવપથ સમાન કાલાવડ રોડ ફલાય ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી છે.

રાજકોટના પ્રથમ ફલાય ઓવરબ્રિજ શરૂ થવામાં લાગશે સમય, મેયરે તારીખ જાહેર કરી
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 24, 2023 | 4:05 PM
Share

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે હેતુથી નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગૌરવપથ સમાન કાલાવડ રોડ ફલાય ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી છે. જો કે આ કામગીરી જોઇએ તેટલા વેગથી થઇ રહી નથી. જેના કારણે આ બ્રિજને ખુલ્લો મુકાતા હજુ સમય લાગી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવે TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકવામાં આવી શકે છે.

129 કરોડના ખર્ચે તૈયાર થશે ફલાયઓવર બ્રિજ

રાજકોટના કાલાવડ રોડ પર તૈયાર થનારા આ ફલાયઓવર બ્રિજની એક વિશેષતા છે. રાજકોટના કેકેવી ચોક પર ચીમનભાઇ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો છે તેમ છતા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિષ્ણાંતોના અભિપ્રાય સાથે ઓવરબ્રિજ પર ફલાયઓવર બ્રિજ તૈયાર કરવાની ડિઝાઇન બનાવવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા 129 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું

આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 129 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બ્રિજની સમયમર્યાદા એપ્રિલ મહિનામાં પૂર્ણ થાય છે પરંતુ ધીમી ગતિએ કામ ચાલતુ હોવાને કારણે બ્રિજ તૈયાર થવામાં મે મહિના સુધીનો સમય લાગી શકે છે.

રાજકોટમાં ટ્રાફિક ન થાય તે માટે અનેક બ્રિજ તૈયાર કર્યા-મેયર

રાજકોટના મેયર પ્રદિપ ડવે દાવો કર્યો હતો કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ નાનામૌવા ઓવરબ્રિજ, રામાપીર ચોક ઓવરબ્રિજ, હોસ્પિટલ ચોક ટ્રાંગલ બ્રિજ અને જડ્ડુસ રેસ્ટોરન્ટ બ્રિજ તેમજ અંતે ગોંડલ ચોકડી સિંગલ પીલર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થશે આ ઓવરબ્રિજ

હવે રાજકોટ શહેરના કાલાવડ રોડ પરના કેકેવી ફલાયઓવર બ્રિજનું મે મહિનામાં લોકાર્પણ થશે. આ સાથે માધાપર ચોકડીએ પણ રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે પણ ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ સાબિત થશે.

g clip-path="url(#clip0_868_265)">