કટકી બાજ TC ! સુરતમાં રેલવે વિભાગને નુકશાન પહોંચાડી પોતાના ગજવા ગરમ કરનાર પાંચ ટીસી ઝડપાયા
ટીસીનુ કામ ગેરરિતી અટકાવવાનુ હોય છે, પરંતુ સુરત રેલવે સ્ટેશનમા સ્થિતિ કંઈક જુદી જ છે. અહીં ટિકિટ વગરના મુસાફરો પાસેથી ટીસી ખુલ્લેઆમ ઉઘરાણી કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ટીસીનુ કામ ગેરરિતી અટકાવવાનુ હોય છે, પરંતુ સુરત રેલેવે સ્ટેશનમા સ્થિતિ કંઈક જુદી જ છે. અહીં ટિકિટ વગરના મુસાફરો પાસેથી ટીસી ખુલ્લેઆમ ઉઘરાણી કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.પાંચ- પાંચ લાંચિયા ટીસી ઝડપાતા રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.આપને જણાવી દઈએ કે, રેલવેના ઈતિહાસમાં પેહલી વખત આ રીતે એક સાથે પાંચ ટીસી કટકી કરતા ઝડપાયા છે.જેમાં સંજીવ વર્મા, રજનીશ મિશ્રા, એસડી મૌર્ય, રોહિત અને અમિલ રાય કર્મીઓનો સમાવેશ થાય છે.
કટકીબાજ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી
આ ટીસી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો પાસેથી મસમોટી રકમ લઈ લેતા હતા. જો વિગતે વાત કરીએ તો આ પાંચ ટીસી પાસેથી 3500, 2500, 2900 અને 4400 સુધીની રકમ મળી હતી. એટલે કે એક દિવસમાં આ કર્મીઓ રેલવે વિભાગને આર્થિક નુકસાન પહોંચાડી પોતાના ગજવાભરી રહ્યા હતા.હાલ આ રેલવે કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
લાંચિયા બાબુઓની લાઈનો લાગી
થોડા દિવસો અગાઉ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વાર્ષિક કામગીરીના અહેવાલના આંકડા જાહેર કર્યા હતા. ત્યારે લાંચ તેવા સૌથી વધુ વર્ગ-3 ના કર્મચારીઓ ઝડપાયા હતા. જ્યારે વર્ગ-1 ના 9 અધિકારીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા. વર્ગ-2 ના 30 કર્મચારીઓ જ્યારે વર્ગ-3 ના 114 કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા . જ્યારે વર્ગ 4 ના 5 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.