હવે ગુજરાતમાં પણ શરૂ થયુ બુલડોઝર પોલિટિક્સ, સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યુ દાદાનુ બુલડોઝર

સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી છે. પથ્થરમારાની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ છે. લારી-ગલ્લા સહિતની દબાણ થયેલી મિલક્તોને ધ્વસ્થ કરી દેવાઈ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2024 | 5:25 PM

સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગણેશજીની પ્રતિમાં પર કેટલાક વિધર્મી સગીર બાળકો દ્વારા પથ્થરમારો કરાયો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચોતરફથી ઘટનાની નિંદા થઈ રહી છે. આ મામલે અત્યાર સુધીમાં 28 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ ઘટના બાદ સરકાર પણ એક્શનમાં આવી છે અને સૈયદપુરા વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદે બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. સુરતમાં પણ હવે યોગી પોલિટિક્સ જોવા મળ્યુ છે અને ગેરકાયદે લારી-ગલ્લા, દુકાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે.

20 દિવસ પહેલા જ ગેરકાયદે બાંધકામોને આઈડેન્ટીફાય કરાયા હતા- મેયર

બુલડોઝર એક્શન અંગે મેયર દક્ષેશ માવાણીએ TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. પથ્થરામારાની ઘટના એ સામાજિક દૂષણ છે. જ્યા ઘટના બની ત્યા રસ્તા પર અનેક દબાણ કરાયા હતા. સુરત મહાનગર પાલિકા અને સુડાની જગ્યા પર તંબુ બાંધી દબાણ કરાયા હતા. 20 દિવસ પહેલા દબાણ દૂર કરવા માટેનો એક્શન પ્લાન બની રહ્યો હતો. ગઈકાલની ઘટના બાદ તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે.

ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ સ્થિતિ વણસી

આપને જણાવી દઈએ કે સુરતમાં સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ અતિશય વણસી હતી અને ખુદ ગૃહરાજ્યમંત્રીએ લોકોને બાંહેધરી આપી હતી કે સૂર્યોદય થતા સુધીમાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. જે બાદસ્થિતિ થાળે પાડવા સુરત પોલીસે આખી રાત કોમ્બિંગ હાથ ધર્યું. ઘરોમાં જઈ તપાસ આદરી અને ઘરને તાળા મારીને ઘરની અંદર છૂપાયેલા આરોપીઓને બહાર ખેંચી લાવી અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમા અનેક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. જોકે છતા તેઓ ફરજ પર તૈનાત રહ્યા હતા.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

6 મુસ્લિમ બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનુ તપાસમાં ખૂલ્યુ

સવાર સુધીમાં 27 જેટલા આરોપીઓ અને શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે આરોપ છે કે રીક્ષામાં બેસીને આવેલા કેટલાક 12 થી 13 વર્ષના વિધર્મી બાળકોએ આ કાંકરીચાળો કર્યો હતો. આ ઘટનાને પગલે આક્રોષિત સ્થાનિકોએ સુરત પોલીસ મથકને ઘેર્યુ હતુ. તપાસમાં થયેલા ખૂલાસા મુજબ 6 મુસ્લિમ બાળકોએ પથ્થરો ફેંક્યા હતા. આ બાળકો સૈયદુપુરા વિસ્તારના નથી પરંતુ એકથી દોઢ કિલોમીટર દૂરથી આવ્યા હતા, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ બાળકો પાછળ કોનો દોરી સંચાર હતો.

પોલીસે ટીખળખોરોને તાળા તોડી ઘરમાંથી બહાર લાવી અટકાયત કરી

પથ્થરમારાની આ ઘટનાએ રાત્રે જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે ચલાવી લેવાય તેમ ન હતુ. પથ્થરમારો થયા બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા. પોલીસે મામલો ઉગતો જ ડામવાનો પ્રયાસ કર્યો પરંતુ ટોળુ માને તેમ ન હતુ. આથી પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યા હતા. જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી અને પથ્થરમારા પાછળ જવાબદાર ટીખળખોરોને ઘરમાંથી ખેંચી ખેંચીને લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિસર્જન સમયે પમ આ જ પ્રકારની ઘટના બની હતી, ત્યારે ફરી એજ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ પણ થાય કે શું આ ષડયંત્ર છે ? તેમનાથી પ્રેરિત થઈને અન્ય કોઈએ બાળકોનો સહારો લઈને આજની ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે.

Input Credit- Mehul Bhokalva- Surat

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">