AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો

ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે.

ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો
ઊંધિયાના ભાવમાં વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 2:32 PM
Share

ઉત્તરાયણ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર છે. પતંગ ચગાવવાની સાથે આ દરમિયાન ખાણીપીણીના શોખીનો એવા સુરતીઓ ઉંધીયા, જલેબી અને પોંકનો સ્વાદ માણે છે. આ સિઝનમાં ઉંધીયાનું ખાસ આકર્ષણ હોય છે. આજ-કાલ તો જાત-જાતના પ્રકારના ઊંધિયા માર્કેટમાં જોવા મળે છે, સુરતમાં તો બારે માસ ઉંધીયાનું વેચાણ થાય છે. જો કે આ વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા ઊંધિયુ-જલેબી અને ફાફડના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ત્રણેય વસ્તુઓમાં રુપિયા 30થી લઇને 50 સુધીનો વધારો થયો છે.

સ્વાદ શોખીનોના ખિસ્સા થશે હળવા

ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ઊંધિયુ-જલેબીની ખરીદી ખિસ્સા પર ભારે પડી શકે છે. સિંગતેલ અને પાપડીના ભાવમાં થયેલા વધારને પગલે ઊંધિયું મોંઘું બન્યું છે. તો ઘીના ભાવ વધતા જલેબીમાં પણ સહેજ ભાવ વધારો નોંધાયો છે. જ્યારે ફાફડાના ભાવ પણ કિલો દીઠ 30 રૂપિયા વધી ગયા છે. આમ છતાં સુરતીલાલાઓ હોંશે-હોંશે ઊંધિયાના એડવાન્સ ઓર્ડર બુક કરાવી રહ્યાં છે.

ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ

ઊંધિયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઊંધિયુ એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઊંધિયુ. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">