Video : ઉત્તરાયણ પહેલા ચોંકાવનારી ઘટના, પતંગ ઉડાવવા ગયેલા કિશોરનું પાંચમાં માળેથી નીચે પટકાતા મોત

Video : ઉત્તરાયણ પહેલા ચોંકાવનારી ઘટના, પતંગ ઉડાવવા ગયેલા કિશોરનું પાંચમાં માળેથી નીચે પટકાતા મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2025 | 5:16 PM

સુરત (Surat) જિલ્લાના વાંકાનેડા ગામમાં એક કિશોરનું ધાબા પરથી નીચે પટકાતા મોત થયાની ઘટના સામે આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે.

આવતીકાલે જ ઉત્તરાયણનો પર્વ છે. જો કે ઉત્તરાયણનો પર્વ આવે એટલે ચાઇનીઝ દોરીથી ગળુ કપાવવાના, દોરીના કારણે અકસ્માત થવાના તેમજ ધાબા પરથી કોઇ નીચે પટકાય તેવા પણ સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા સુરતમાં પણ માતા-પિતા માટે ચોંકાવનારી એવી ઘટના બની છે. ધાબા પર પતંગ ઉડાવવા ગયેલા કિશોરનું ધાબા પરથી નીચે પટકાતા મોત થયુ છે. પલસાણાના વાંકાનેડા ગામે આવેલા શિવ શક્તિ કોમ્પ્લેક્સના ફ્લેટમાં આ ઘટના બની છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટના મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Mehsana : મહેસાણામાં તોલમાપ વિભાગની તવાઈ, કુલ 4 વેપારીઓને 1.11 લાખનો દંડ ફટકાર્યો, જુઓ Video

સુરત જિલ્લાના વાંકાનેડા ગામમાં એક કિશોરનું ધાબા પરથી નીચે પટકાતા મોત થયાની ઘટના સામે આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ખાસ કરીને માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કારણકે બાળક જ્યારે ધાબા ઉપર પતંગ ઉડાવવા જતો હોય છે ત્યારે માતા-પિતા રોજ તેની સાથે તેનું ધ્યાન રાખવા ધાબા પર જઇ શકતા નથી. ત્યારે બાળકે કરેલી નાની અમથી ભુલ માતા-પિતા પર પણ ભારે પડી જાય છે અને માતા-પિતાએ બાળકને ખોવાનો વારો આવે છે.

ત્યારે સુરતમાં 5માં માળેથી એક કિશોર નીચે પટકાતા તેનું મોત થયુ છે. પલસાણાના વાંકાનેડા ગામે આવેલા શિવ શક્તિ કોમ્પ્લેક્સના ફ્લેટમાં આ ઘટના બની છે. આ કિશોર પતંગ ઉડાવવા માટે એક ધાબેથી બીજા ધાબા પર જતો હતો, તે દરમિયાન તે ધાબા પરથી નીચે પટકાયો હતો. ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

Published on: Jan 13, 2023 09:54 AM
g clip-path="url(#clip0_868_265)">