Bardoli : હવે ખેતીવાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક, 40 ગાળામાં 2.75 લાખના વીજતારની ચોરીથી ખેડૂતોને ભારે હાલાકી

બારડોલી (Bardoli ) તાલુકાના ખેતી વાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજ તારની ચોરી થતાં ખેડૂતો એ સ્થાનિક જી ઇ બી ને જાણ કરી હતી.

Bardoli : હવે ખેતીવાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક, 40 ગાળામાં 2.75 લાખના વીજતારની ચોરીથી ખેડૂતોને ભારે હાલાકી
theft of electricity worth 2.75 lakhs caused a lot of trouble to the farmers.(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 9:07 AM

બારડોલી (Bardoli ) તાલુકાના કિકવાડ ગામે ખેતીવાડી વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનના 40 જેટલા ગાળામાં વીજ તારની ચોરી થઈ હતી. ચોર ઈસમો બે કિલોમીટરથી વધુ લંબાઈનો વીજ તાર ચોરીને લઈ જતા વીજ પુરવઠો ખોરવાયો છે. ત્રણ દિવસથી ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અંદાજે 2.75 લાખના વીજતારની થઇ ચોરી

સુરત જિલ્લા ના બારડોલી તાલુકા માં હવે ઘરોફોડ ચોરી બાદ ખેતી વાડી વિસ્તાર માં ચોરો સક્રિય થયાં છે. બારડોલી તાલુકા ના ભટલાવ ગામ ની સિમ માં ખેતીવાડી વિસ્તાર માં ચોરો આતંક મચાવ્યો હતો. ભટકાવ ગામે ખેતી વિસ્તાર માંથી પસાર થતી એચ ટી લાઇન ને ચોરો એ નિશાન બનાવી હતી. અને 47 જેટલા ગાળા માં એચ ટી લાઇન ના કંડકટર વીજ તાર ચોરી ગયા હતા. આ વીજ તારોની કિંમત અંદાજે 2.75 લાખ જેટલી હોવાનું માલુમ પડ્યું છે.

કલાકો બાદ જીઇબી તંત્ર આવ્યું હરકતમાં

બારડોલી તાલુકાના ખેતી વાડી વિસ્તાર માં મોટા પ્રમાણ માં વીજ તારો ની ચોરી થતાં ખેડૂતો એ સ્થાનિક જી ઇ બી ને જાણ કરી હતી. ખેતી વિસ્તાર ના 47 જેટલા ગાળા બે કિલોમીટર જેટલો વાયર ચોરો ચોરી કરી ગયા હતા. ઘટના ને કલાકો બાદ જી ઇ બી તંત્ર હરકત માં આવ્યું હતું. અને અજાણીયા ચોરો વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ માં ફરિયાદ આપી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખેતી વિસ્તાર માં વાયર ચોરી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેને કારણે ખેડૂતો ને મોટી તકલીફ ઊભી થઈ છે. હાલ શેરડી રોપની ની સિઝન છે અને પાણી ની પણ તાતી જરૂરિયાત હોય વીજ પુરવઠો જરૂરી બની જાય છે. બે દિવસ થી પુરવઠો બંધ રહેતા ખેતર માં પાણી પણ જતું નથી. જેથી સમય એ પાણી ખેતર માં નહીં મળે તો રોપેલ શેરડી માં પણ નુકસાની ની નોબત આવી શકે એમ છે. પોલીસ દ્વારા ખેડૂતોની ફરિયાદના આધારે વીજ તાર ચોરનાર ચોરો વિરુદ્વ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Input Credit by Jignesh Mehta (Bardoli )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">