AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સી આર પાટીલ પાસેથી ખંડણી માગનારની ધરપકડ, રૂપિયા 8 કરોડની માગી હતી ખંડણી

સી આર પાટીલ પર આ વ્યક્તિએ ચૂંટણીમાં રૂ. 80 કરોડ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવીને ખંડણી માગી હતી. આ મામલે સુરતના ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની ઠક્કરે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે ખંડણી માગનારની ધરપકડ કરી લીધી છે.

Surat : સી આર પાટીલ પાસેથી ખંડણી માગનારની ધરપકડ, રૂપિયા 8 કરોડની માગી હતી ખંડણી
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 27, 2023 | 12:24 PM
Share

Surat : સુરતમાંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (CR Patil) પાસેથી ખંડણી માગનારને ઝડપી લેવામાં આવ્યો છે. આ વ્યક્તિએ ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ પાસે રુપિયા 8 કરોડની ખંડણી માગી હતી. સી આર પાટીલ પર આ વ્યક્તિએ ચૂંટણીમાં રૂ. 80 કરોડ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવીને ખંડણી માગી હતી. આ મામલે સુરતના ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની ઠક્કરે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે ખંડણી માગનારની ધરપકડ કરી લીધી છે. જે પછી આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલાયો છે.

આ પણ વાંચો-Gujarati Video : હવે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતી જજો, અમદાવાદના આ વિસ્તારોમાં રોંગ સાઈડ અને નો પાર્કિંગ મુદ્દે યોજાશે ટ્રાફિક ડ્રાઇવ

વિધાનસભાની ચૂંટણી સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાયરલ કરનાર અમદાવાદના જીનેન્દ્ર શાહ સામે આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જીનેન્દ્ર શાહે આક્ષેપ કર્યો હતો કે તેણે રુપિયા 80 કરોડ પાર્ટી ફંડ માટે ઉઘરાવી આપ્યા હતા. જેમાંથી વાયદા અનુસાર 10 ટકા લેખે 8 કરોડ કમિશન મને આપવામાં આવ્યું નથી. આ સિવાય ફરિયાદમાં ઉલ્લેખ છે કે કોઇપણ જાતના આધાર પુરાવા વિના, બદનામ કરવા, પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રાજકીય હેતુ પાર પાડવા માટે આરોપ લગાવ્યા છે.

2022માં વીડિયો વાયરલ કર્યો હતો

ભટાર રોડ ના ઉમરાવ નગરમાં રહેતો સની નિલેશભાઇ ઠાકોર શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી તરીકે કામ કરે છે. તેણે જિનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ગત 30મી ઓગષ્ટ 2022ના રોજ તેને વોટ્સએપ પર એક લીંક સાથે વીડિયો મળ્યો હતો. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 80 કરોડનો કાંડ કર્યો એવું લખેલું હતું.

શાહ ત્રણ દિવસ રિમાન્ડ પર, વિજયસિંહ રાજપૂત વોન્ટેડ જાહેર

8 કરોડ રૂપિયાની ખંડણી વસૂલવા ભાજપ અને પ્રદેશ પ્રમુખ પાટીલ સામે ગંભીર આરોપો મૂકતો વીડિયો વાયરલ કરનારા જિનેન્દ્ર શાહ સામે IPC કલમ 384, 469, 500, 504 તથા 501 બ અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહની આ કેસમાં ધરપકડ કરી છે. શાહને બુધવારે સાંજે કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે 29મી તારીખે સાંજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. ખંડણી વસૂલવા વીડિયો બનાવી તેને વાયરલ કરવામાં શાહને મદદ કરનારા વિજયસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું પણ આધારભૂત પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">