ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર : પોલીસે 25.80 કરોડની નકલી નોટ સાથે કેટલાકને પકડ્યા, પણ વાસ્તવિક્તા જાણ્યા પછી છોડી મૂક્યા, જાણો કેમ ?

|

Sep 30, 2022 | 9:26 AM

GJ 18 U 8912 નંબરની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરતા એમ્બ્યુલન્સ માંથી 6 સ્ટીલની પેટી માંથી 1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની રિવર્સ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી.

ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર : પોલીસે 25.80 કરોડની નકલી નોટ સાથે કેટલાકને પકડ્યા, પણ વાસ્તવિક્તા જાણ્યા પછી છોડી મૂક્યા, જાણો કેમ ?
25.80 crore notes seized by Kamrej police turned out to be fake, being carried for film use

Follow us on

કામરેજ (Kamrej ) પોલીસ સાથે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. પોલીસે (Police ) મોટી માત્રામાં ચલણી નોટો (Currency ) તો પકડી પાડી પણ આ નોટો અસલી નહીં પણ નકલી નીકળી. ફીલ્મના શુટિંગમાં ઉપયોગમાં લેવાતી 25.80 કરોડની ડુપ્લીકેટ નોટ સાથે એકને ઝડપી લેવાયો જામનગરના કાલાવાડ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સમાં નોટ લઈ જવાતી હતી. તે દરમ્યાન કામરેજ પોલીસે બાતમીના આધારે આ નોટો પકડી પાડી હતી.

અમદાવાદ તરફથી ને હા.48 પર નવીપારડી ગામની સીમમાં ગામની શિવશક્તિ હોટલની સામે જામનગરના વડાલા ખાતેની GJ 18 U 8912 નંબરની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરતા એમ્બ્યુલન્સ માંથી 6 સ્ટીલની પેટી માંથી 1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની રિવર્સ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી. નોટો ઉપર હિન્દીમાં ફિલ્મના શુટિંગના ઉપયોગ માટે લખેલું હતુ. ઘટનાની જાણ થતા સુરત જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા નોટ ઉપર હિન્દીમાં અને અંગ્રેજીમાં ભારતીય રિવર્સ બેંક તેમજ માત્ર સિનેમાના શુટિંગના ઉપયોગ માટે લખ્યું હતું.  નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પરસોત્તમ કોટડીયાને ઝડપી લીધો છે

નકલી ચલણી નોટોનો ઉપયોગ થવાનો હતો વેબ સિરીઝમાં :

જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબ સિરિઝના શુટિંગમાં થનાર હોવાનું જણાવી રહ્યા છે. પરતુ આ નોટને ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં કયા કારણો સર લઈ જવામાં આવતી હતી તે અંગે પૂછપરછ ચાલી રહી છે. હાલ કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં કઈ જવાતી તમામ નોટો કબ્જે લીધી છે અને આગળની તપાસ શરૂ કરી છે

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પોલીસની પ્રાથમિક પૂછપરછના જાણવા મળ્યું હતુ કે પકડાયેલી એમ્બ્યુલન્સના ડ્રાઇવર હિતેશભાઈ કોટડીયા અને તેની પત્નીએ 2017 માં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે હાલ પોલીસને નોટો લઈ જવાની ગતિવિધિ શંકાસ્પદ લાગતા પોલીસ તમામ પાસા તપાસ કરશે તેમજ આ પ્રકારની નોટ છાપવીએ ગુનો ગણાય કે નહીં એ અંગે રિઝર્વ બેન્ક અથવા સ્ટેટ બેંકના અધિકારીઓની મદદ લેવાશે.

હાલ સુરતના યોગી ચોક ખાતે રહેતા કોઈ ઈસમ પાસેથી આ નોટ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતુ. તેમજ આ નોટ ક્યાં છપાઈ અને ક્યાં ઉદ્દશયથી છાપી એ અંગેની હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે હાલ જિલ્લાની તમામ એજન્સીઓ આ ગુનાના તપાસમાં જોતરાઈ છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article