Kamrej : સ્થાનિકોની જાગૃતિથી બાળકી, યુવતીની છેડતી કરનાર માનસિક વિકૃત યુવક ઝડપાયો
પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની પોલીસે તપાસ હાથ ધરતા, મોબાઈલ ફોનમાંથી બીભત્સ વિડિયો મળી આવ્યા હતા. તેમજ સોશિયલ મીડિયા એપ્લિકેશન માં પણ પોર્ન સાઇટ વારંવાર જોતો હોવાનું બહાર આવ્યું હતું.
કામરેજ (Kamrej ) પોલીસે નાની બાળકીઓને ડરાવીને છેડતી (Molestation )કરનાર ઈસમ ને ઝડપી પાડ્યો હતો. માનસિક વિકૃતિ ધરાવનાર ઈસમ ઘણા સમયથી વેલંજા (Velanja ) વિસ્તારમાં નાની દીકરીઓ તેમજ યુવતીઓને હેરાનગતિ કરતો હોવાનું બહાર આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આ શખ્સના મોબાઈલમાંથી પોર્ન વિડીયો પણ મળી આવ્યા હતા. આ ઈસમ કોઈ માસુમને શિકાર બનાવે તે પહેલા જ સ્થાનિકોની ફરિયાદના આધારે યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.
દીકરીઓ અને યુવતીઓની કરતો હતો છેડતી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા ગામે શ્યામ રેસીડેન્સી નજીક અબ્રામા રોડ પર એક માનસિક વિકૃતિ ધરાવતા ઈસમ ની અનેક ફરિયાદો ઉઠી હતી. ઓલપાડના ઉમરા ગામ ભવ્ય મંદિર સોસાયટી માં રહેતો ભાવેશ ઉર્ફે ભાવિન શિંગાળા છેલ્લા કેટલાક સમયથી અબ્રામા રોડ ઉપર નાની બાળકીઓ તેમજ યુવતીઓને અડપલા કરી રહ્યા ને ફરિયાદ સામે આવી હતી . વેલંજા શ્યામ રેસિડેન્સી માં રહેતા એક ફરિયાદીએ કામરેજ પોલીસમાં ફરિયાદ આપી હતી .
લંપટ ભાવેશ શિંગાળા ત્યાંથી પસાર થતી બે દીકરીઓને ડરાવી ધમકાવીને અપહરણ કરવાની ધમકીઓ આપતો હતો. જેથી કામરેજ પોલીસ માં ફરિયાદ આપતા પોલીસ હરકત માં આવી હતી. અને બાતમી આધારે વિકૃત માનસિકતા ધરાવનાર ભાવેશ ધનજી ભાઈ સિંગાળાની ગણતરી ના કલાકો માં ધરપકડ કરી લીધી હતી.
મોબાઇલમાંથી મળી આવ્યા બીભત્સ વિડીયો
પ્રાથમિક રીતે આ લંપટ ભાવેશ શીંગાળા અપહરણની જ ફિરાકમાં હોવાનું જણાયું હતું. પરંતુ તેની ધરપકડ બાદ પોલીસ એ તેમાં મોબાઈલ ફોનની પણ તપાસ કરી હતી. તો તેની વિકૃત માનસિકતા સામે હતી. તેના મોબાઈલ ફોનમાંથી બીભત્સ વિડિયો મળી આવ્યા હતા. તેમજ સોશિયલ મીડિયા એપ્લિકેશન માં પણ પોર્ન સાઇટ વારંવાર જોતો હોવાનું બહાર આવ્યું હતું. આમ, વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સની સ્થાનિક લોકોની જાગૃતિના આધારે ધરપકડ કરી લેવામાં આવી છે.
Input Credit Jignesh Mehta (Bardoli )