સુરતના હજીરા ખાતે આવેલ કવાસ ગામ દ્વારા ગ્રામજનો ને પીવાનું અને વપરાશ નું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે એક નવી પહેલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી ને ગ્રામજનો ને ઉપયોગ માં આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ અંતર્ગત ગામ માં 3 જગ્યા એ વરસાદી પાણીના સંગ્રહ માટે બોર બનાવાયા છે. જેમાં સાડા 3 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.
આ ગામ દરિયાની નજીક હોવાથી જમીનમાં ખારું પાણી નીકળતું હોવાથી ગ્રામજનોને પાણી ની સમસ્યા હતી, જેના નિરાકરણ માટે ગ્રામપંચાયત દ્વારા આ પગલું લેવાયું છે.. સમગ્ર રાજ્યમાં આ પ્રથમ ગામ એવું હશે જેને જમીનમાં પાણીની ખારાશ ઓછી કરવા અને ગામ લોકોને પાણી મળી રહે તે માટે આ પ્રકાર નું પગલું ભર્યું હશે.
સુરત જિલ્લામાં દરિયાઈ કાંઠા પર આવેલાં ગામોને પીવાના પાણીની સમસ્યાઓ હંમેશા સતાવતી હોય છે. આવું જ એક ગામ કવાસ છે .જ્યાં પીવાના પાણીની સમસ્યા છે કારણ કે તેની નજીક દરિયા કાંઠો આવ્યો છે. આ ગામ કે તેના જૂના બાજુના વિસ્તારોમાં તમે કોઈપણ જગ્યાએ ખોદકામ કરવામાં આવે તો તેમાંથી માત્ર ને માત્ર ખારું પાણી જ નીકળે છે.
આ ગામ ની વસ્તી 6500 જેટલી છે.અને આ ગામ ના લોકોને પીવાનું પાણી ક્રિભકો અને વરિયાવ પાણી જૂથ યોજના હેઠળ મળે છે.પંરતુ હવે આ ગામ ના લોકો એ આ સમસ્યા નો હલ શોધી કાઢ્યો છે.હવે તેઓએ ગામમાં ત્રણ જગ્યાઓ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવી છે જેમાં વરસાદની સિઝનમાં સાડા ત્રણ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઇ શકશે.
આ અંગે ગામના સરપંચ કહે છે કે થોડા સમય પહેલા અહીં એક અધિકારી આવ્યા હતા. જેમણે વરસાદી પાણીને ભૂગર્ભ માં ઉતારીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી પાણીના સંગ્રહ અંગેની માહિતી આપી હતી.અને આ માટે નોટિફાઇડ એરિયાની ગ્રાન્ટ પણ મળે છે તેવું જણાવ્યું હતું. જેથી તેઓએ ગામમાં ત્રણ જગ્યાઓ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવ્યા છે .જેમાં ગામના સમાજસદન હોલ, પ્રાથમિક શાળા અને પંચાયત ભવન માં આ સુવિધા કરવામાં આવી છે.તેના થકી વરસાદી સિઝન દરમિયાન સાડા ત્રણ કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકીશું અને તેના થકી પાણીનું સ્તર તો સુધરશે છે જ પરંતુ ઘણીવાર વરિયાવ જૂથ ના પાણી આવતા બે-ત્રણ દિવસ લાગી જતા હોય છે તે સમસ્યા પણ હલ થશે .પ્રાથમિક શાળા અને સમાજ સદન હોલમાં આ પાણીનો ઉપયોગ કરી શકાશે.
ગામના રહેવાસી ભરતભાઈ પટેલ કહે છે કે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી અમે બે જ વરસાદમાં જમીન માં જે ખારાશ છે તેને થોડીક ઓછી કરી શકીશું.અને આગામી દિવસો માં ખારું પાણી થોડું ઓછું થશે. આ કામ થી ગામ ના 6500 લોકોની પાણી ની સમસ્યા હલ થશે.
આ પણ વાંચો :