Surat : ડાયમંડ બુર્સ પછી હવે જવેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા થનગનાટ શરૂ, જાણો શું થશે ફાયદા
સુરતમાં હવે ડાયમંડ બુર્સ બાદ જ્વલેરી પાર્ક બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જવેલરી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી.
થોડા દિવસો પહેલા જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એવોર્ડ ફંક્શનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ્વલેરી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આ સપનાને સાકાર કરવા સુરતમાં થનગનાટ શરૂ થઇ ગયો છે. આ જાહેરાતને પગલે 17 વર્ષ પછી ગુજરાત હીરા બુર્સમાં 60 હજાર વાર જગ્યામાં જવેલરી ટ્રેડ સેન્ટર બનાવવા તજવીજ શરુ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી સુદ અને જીઆઇડીસી વચ્ચે ગૂંચવાયેલું કોકડું હવે રાજ્ય સરકારની મધ્યસ્થીથી ઉકેલાતા કોરોનાના કારણે અટકી ચૂકેલા આ પ્રોજેક્ટને બાંધકામ માટે મોકળાશ મળી છે. વર્ષ 2004માં શહેરમાં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટને પ્રોત્સાહન મળે તે માટે ઇચ્છાપોર ખાતે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે 2007-08 થી વૈશ્વિક મંદીના કારણે આ કામગીરી પર બ્રેક લાગી હતી. 2013-12માં એસ.ઈ.ઝેડને મળતા લાભો સરકાર દ્વારા પરત ખેંચી લેવાતા દેશના મોટાભાગના એસઇઝેડ બંધ થઇ ગયા હતા.
એકમો નહીં સ્થપાતા ગુજરાત હીરા બુર્સની એસઇઝેડની જગ્યાને ડિનોટિફાઈડ કરીને આ જગ્યાને ડોમેસ્ટિક ઝોન તરીકે ઉધોગો માટે ઉપયોગમાં લેવા 2015માં બુર્સના પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજુર્તી કરવામાં આવી હતી. જોકે જમીનના પ્લાન મંજુર કેવા સુડા અને જીઆઇડીસી કચેર વચ્ચે 2015થી કોકડું ગૂંચવાયેલું હતું. જોકે હવે તેનો ઉકેલ નજીક છે.
હીરાની જેમ હીરાજડિત જવેલરીની માગ પણ વધી રહી છે. તેની 300 જેટલી કંપનીઓ સુરતમાં છે. ઉપરાંત આ તમામ કંપનીઓ એક્સપોર્ટને લઈને કામગીરી કરે છે. ત્યારે આવી કંપનીઓને પ્રોત્સાહન મળે તો સુરત હીરા બુર્સની જેમ ઇચ્છાપોર ખાતે 60 હજાર વાર જગ્યામાં જવેલરીનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવશે.
ઇચ્છાપોર ખાતે સિંચાઈ વિભાગની એક કેનાલ બુર્સની અંદર આવેલી જવેલરી પાર્કની જગ્યામાંથી પસાર થતી હતી. આ કેનાલનો કમાન્ડ એરિયા નહીં રહેતા હવે તે અવરોધ પણ દૂર થયો છે. બુર્સના એક કમિટી મેમ્બરના જણાવ્યા પ્રમાણે સુરતમાં જેમ જવેલરી એકમો સ્થપાઈ રહ્યા છે. તેને જોતા આગામી દિવસોમાં એકમોની સંખ્યા પણ ઝડપથી બમણી થાય તેવી સંભાવના છે. અમદાવાદની એક આર્કિટેક્ટ કંપનીને રોકીને સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાની કામગીરી સોંપીને ફી ની ચુકવણી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ થશે ફાયદા — અત્યારસુધી ટેક્નિકલ ઇસ્યુને કારણે આ પાર્ક ડેવલપ નહોતું થઇ શક્યું કારણ કે પ્રોજેક્ટ સ્થાપવા માંગતા લોકોએ સરકારી લેણું ચૂકવવું પડતું હતું, અને હવે એ અવરોધ દૂર થશે. –છેલ્લા કેટલાક સમયથી લેબ્રોન ડાયમંડના નિકાસની તકો વધી રહી છે. આ પાર્ક આવે તો તેના માટે નવો એરિયા ઉભો થશે. –અહીં અલાયદું જવેલરી શોપિંગ સેન્ટર બનશે. જ્યાં બધા જ જવેલરો હશે, તેમની શોપ હશે.જો કોઈ બહારથી ખરીદી માટે આવે તો બધું જ અવેલેબલ મળશે. –અહીં કિડ્ઝ ઝોન, ફૂડ્ ઝોન વગેરે પણ ડેવલપ કરાશે. –સુરતની 300 જેટલી ડાયમંડ જવેલરી કંપનીઓને નિકાસમાં અને બિઝનેસમાં સીધો ફાયદો મળશે.
આ પણ વાંચો :