Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ

|

Sep 18, 2021 | 8:54 PM

સિવિલ હોસ્પિટલમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ યોજના અંતર્ગત બાળક માટે જરૂરી તમામ મોંઘા ટેસ્ટ, દવાઓ સરકાર તરફથી મફતમાં મળે છે. આ યોજનામાં એક દિવસથી લઈને એક વર્ષ સુધી માતા અને બાળકના સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. 

Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ
સુરત સિવિલ હોસ્પિટલનો સ્ટાફ

Follow us on

Surat: સુરતની સિવિલ હોસ્પિટલના(Surat Civil Hospital) સ્ટાફે સરકારી હોસ્પિટલમાં સારવારની વ્યાખ્યા બદલી નાંખી છે. તેવામાં ગરીબ પરિવારો (Poor Family) માટે સિવિલ હોસ્પિટલ સાચે જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

 

ખાનગી અને મોંઘી હોસ્પિટલોમાં જ ઉચ્ચ સારવાર થાય છે એ માન્યતા અહીં ખોટી પડતી દેખાઈ રહી છે. જ્યાં તબીબોની મહેનતથી ગરીબ પરિવારના નવજાત બાળકને નવજીવન મળ્યું છે. નવસારીમાં રહેતી ગર્ભવતી મહિલા 55 દિવસ પહેલા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ભરતી થઈ હતી.

 

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

અધૂરા મહિને અને ઓછા વજન સાથે જન્મેલી તેની દીકરી જન્મ પછી રડી નહોતી. નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના સિનિયર તબીબોએ 22 દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન સપોર્ટ પર આ બાળકીની ટ્રીટમેન્ટ કરી હતી અને 55 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દંપતીએ સિવિલના ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.

 

નવસારીના ગણદેવી તાલુકાના ધનૂરી ગામની વતની તેજલ આકાશ હળપતિને પ્રસવ પીડા ઉપડતા 55 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગાયનેક વિભાગમાં તબીબોએ તેજલની ડિલિવરી કરાવી હતી, પરંતુ જન્મ સમયે બાળકી રડી નહોતી. તબીબોએ જણાવ્યું હતું કે 28થી 30 અઠવાડિયામાં બાળકીનો જન્મ થવાથી તેનું વજન 2.3 કિલો હતું. ઍચ.ઓ.ડી. ડો. સંગીત ત્રિવેદી અને ડો. પન્ના પટેલની દેખરેખ હેઠળ બાકીની સારવાર થઈ રહી હતી.

 

ડો.આદિત્યએ જણાવ્યું હતું કે બાળકી ન રડવાથી તેના શરીરના અંગોને નુકશાન થવાની આશંકા હતી. ફેફસાને સારી રીતે શ્વાસ લેવા માટે લાયક બનાવવા માટે સ્ટીરોઈડ, એન્ટિબાયોટિક દવાઓ શરૂ કરવામાં આવી હતી. વેન્ટિલેટર પછી 20 દિવસ તેને ઓક્સિજન સપોર્ટ પર રાખીને દવાઓ આપવામાં આવી હતી. જેનું પરિણામ સારું આવ્યું.

 

ખાનગી હોસ્પિટલમાં આવા બાળકોની સારવારનો ખર્ચો 5થી 5.5 લાખ જેટલો થાય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ યોજના અંતર્ગત બાળક માટે જરૂરી તમામ મોંઘા ટેસ્ટ, દવાઓ સરકાર તરફથી મફતમાં મળે છે. આ યોજનામાં એક દિવસથી લઈને એક વર્ષ સુધી માતા અને બાળકના સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Surat : ગેસ કપંનીના કર્મચારીની ઓળખ આપીને ઠગાઈ કરનાર પિતા પુત્ર ઝડપાયા

 

આ પણ વાંચો : Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

Next Article