AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં નવરાત્રીમાં બનેલા સામુહિક દુષ્કર્મ કેસમાં આવ્યો ચુકાદો, 2 આરોપી દોષિત જાહેર, કોર્ટ સોમવારે સંભળાવશે સજા

સુરતના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. સુરત કોર્ટે બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને દોષિત જાહેર કર્યા છે. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી. હવે 17 તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે.

Breaking News : સુરતમાં નવરાત્રીમાં બનેલા સામુહિક દુષ્કર્મ કેસમાં આવ્યો ચુકાદો, 2 આરોપી દોષિત જાહેર, કોર્ટ સોમવારે સંભળાવશે સજા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2025 | 2:34 PM
Share

સુરતના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. સુરત કોર્ટે બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને દોષિત જાહેર કર્યા છે. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી. હવે 17 તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે.

આ કેસમાં  50 પોલીસ અધિકારી-કર્મચારીઓએ તપાસ કરી હતી. પોલીસે 467 પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી. 2500 પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો છે. ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઇલ ડેટા સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. સ્પેક્ટોગ્રાફિક પુરાવા પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું.

શુું હતી સમગ્ર ઘટના ?

સગીરો પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રિમાં બન્યો હતો. આણંદ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી સગીરા નવરાત્રિ દરમિયાન સગીરા તેના મિત્રને મળવા કીમ ગઇ હતી. સગીરા અને મિત્ર રાત્રે 10:30 કલાકે અન્ય 2 મિત્રોથી છૂટા પડ્યા હતા. જે બાદ, બન્ને મોટા બોરસરાના હાઈવે પર પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા. જે બાદ, મોટા બોરસરા ગામની સીમમાં રસ્તા પર ખેતર પાસે સગીરા અને તેનો મિત્ર બેઠા હતા, ત્યારે, અજાણ્યા 3 શખ્સોએ પહોંચીને સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો.

આ પછી 3 શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી, સગીરાના મિત્રએ નજીકના ગામે પહોંચી સ્થાનિકોની મદદ માગી હતી. મિત્ર અને ગ્રામજનો સગીરાને શોધતા ખેતરમાં પહોંચ્યા હતા અને સગીરા અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી.

સમગ્ર ઘટના બાદ સગીરાને હોસ્પિટલ પહોંચાડી પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ, કોસંબા અને કામરેજ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. પોલીસે શંકાસ્પદ બાઈકના આધારે 2 આરોપીઓની ઓળખ કરીને 3 આરોપીઓને ઝડપ્યા હતા.  આ પછી, 3 પૈકી એક આરોપીનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું. હાલ બંને આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">