Surat : અફઘાની સુકામેવાની આયાત અટવાઈ, ભાવમાં 35 થી 40 ટકાનો વધારો

અફઘાનિસ્તાનમાં મચેલી અરાજકતાએ સામા તહેવારે ભારતમાં અને શહેરોમાં ડ્રાયફ્રૂટના ભાવોમાં પણ વધારો કરી દીધો છે.

Surat : અફઘાની સુકામેવાની આયાત અટવાઈ, ભાવમાં 35 થી 40 ટકાનો વધારો
Surat: Imports of Afghan dry fruits also stalled, prices rise by 35 to 40 per cent
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:55 AM

અફઘાનિસ્તાનમાં(Afghanistan ) તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના લોકો ડરના માર્યા હિજરત કરી રહ્યા છે. ભારતનો અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશોના વ્યાપારિક સંબંધો પણ ખુબ જુના છે. ભારત અફઘાનિસ્તાનનો નેચરલ ટ્રેડિંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદનોનું સૌથી મોટું બજાર છે. જોકે અફઘાનિસ્તાની હાલતના કારણે ડ્રાયફ્રૂટમાં મોટા પાયે ભાવ વધારો થયો છે.

બદામની આયાત અમેરિકાથી કરવામાં આવે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આતંક બાદ હાલ સુકામેવાના ભાવમાં 20 ટકાનો ભાવવધારો થયો છે. અફઘાનિસ્ણાતાનમાંથી પિસ્તા, બદામ, અંજીર, અખરોટ, કીસમીસ જેવા ડ્રાયફ્રુટ મંગાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસથી અફઘાનિસ્તાનમાંથી આયાત થઇ શકી નથી. જેના કારણે બજારમાં સુકામેવાની અછત પણ સર્જાઈ છે. આગામી દિવસોમાં તહેવારો પણ શરૂ થવા જઈ રહ્યા છે.

ભારતીય પરંપરા મુજબ મીઠાઈઓમાં ડ્રાયફ્રૂટનો (Dryfruits ) ઉપયોગ થાય છે તેમજ સંબંધીઓને પણ ભેંટ સ્વરૂપે સુકામેવા આપવામાં આવે છે. ત્યારે આ ભાવવધારો સુકામેવા આધારિત તમામ વસ્તુને પ્રભાવિત કરી શકે છે. ત્યારે હવે સરકાર જ કોઈ નક્કર પગલાં લઇ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુરતના ડ્રાયફ્રૂટના વેપારીનું કહેવું છે કે અફઘાનિસ્તામાં મચેલ ઉથલપાથલને કારણે સૂકા મેવાની આયાત બંધ થઇ ગઈ છે. જેના કારણે આખા ભારતમાં ડ્રાયફ્રૂટના ભાવમાં ધરખમ વધારો થયો છે. અફઘાનિસ્તાન 500 થી વધુ વેપારીઓ છે. પરંતુ તાલિબાનોના કબ્જા બાદ તેઓ વેપાર ઘર બધું છોડી પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે. અનેક વેપારીઓ બોર્ડર પર હિજરત માટે આવી પહોંચ્યા છે. હાલ 35 થી 40 ટકા ભાવ વધ્યા છે. જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો હજી 20 ટકા ભાવ આગામી સમયમાં વધી શકે છે.

અફઘાની વેપારીઓની ખુબ કપરી હાલત છે. તેઓ પરિવાર સાથે બોર્ડર પર આવી ગયા છે. જેના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં મોટાપાયે વધારો થયો છે. ડ્રાયફ્રૂટનો માલ અફઘાનિસ્તાન, નવી ઇરાનમાંથી પાકિસ્તાન થઈને વાઘા બોર્ડર પર આવે છે. હાલ વાઘા બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. માલ બોર્ડર પર અટવાયો છે. આ ઉપરાંત હજી પણ ત્રીજી લહેરનો ડર રહેલો છે. તેને ધ્યાનમાં રાખીને પણ લોકો ડ્રાયફ્રુટ સ્ટોર કરી રહ્યા છે.

આ પણ વાંચો :

Bachpan Ka Pyar: ગીતમાં ધૂમ મચાવ્યા બાદ હવે સુરતમાં ‘બચપન કા પ્યાર’ની મીઠાઈ પણ થઈ સુપરહિટ

Surat : રસ્તાને નડતરરૂપ પીપલોદ પોલીસ ચોકીનું આખરે ડિમોલિશન કરાયું

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">