Surat : રસ્તાને નડતરરૂપ પીપલોદ પોલીસ ચોકીનું આખરે ડિમોલિશન કરાયું

TV9 GUJARATI

|

Updated on: Aug 19, 2021 | 7:06 PM

સુરતના પીપલોદ વિસ્તારમાં સર્વિસ રોડ પર આવેલી પીપલોદ પોલીસ ચોકીનું આખરે ડિમોલિશન કરવામાં આવ્યું છે. અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

Surat : રસ્તાને નડતરરૂપ પીપલોદ પોલીસ ચોકીનું આખરે ડિમોલિશન કરાયું
Surat: A roadblock police outpost was finally demolished

Follow us on

સુરતના પીપલોદ વિસ્તારમાં લેકવ્યુ ગાર્ડન પાસે આવેલી અને સર્વિસ રોડ પર નડતરરૂપ બનેલી પીપલોદ પોલીસ ચોકીનું આખરે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ પોલીસ ચોકીના કારણે ખુબ જ ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી. સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવી અને કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા સામાન્ય સભામાં આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ ચોકીમાં બેસતા પોલીસ સ્ટાફ માટે મનપા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે ચર્ચા કર્યા પછી લેક વ્યુ ગાર્ડન પાસે કોર્પોરેશનની એક ખાલી ઓફિસમાં પોલીસ સ્ટાફની જરૂરિયાત મુજબની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યના ગૃહમંત્રીની સુરત મુલાકાત દરમ્યાન શહેરના રસ્તાઓ પર પોલીસ ચોકીઓ બાબતે મુદ્દો સંકલન બેઠકમાં ઉઠ્યો હતો. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે ખટોદરા પોલીસ મથકની બહાર જપ્ત કરેલા વાહનોનો સંગ્રહ થાય છે. જેને કારણે પણ આ સર્વિસ રોડ બંધ થઇ ગયો છે. અને હવે આ વાહનોને પણ ત્યાંથી ખસેડવા માટેની વિચારણા હાથ ધરવામાં આવી છે. જેથી સર્વિસ રોડ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાશે.

એટલું જ નહીં હવે ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે ત્યારે જ પોલીસચોકીઓ અને પોલીસ સ્ટેશનો માટે જોગવાઈ કરવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. જેથી ટ્રાફિક અને લોકોને અવરજવરમાં અડચણ ઉભી થાય તે રીતે રસ્તા પર પોલીસચોકીઓ બાંધવાની જરૂરત ભવિષ્યમાં ઉભી ન થઇ શકે.

નોંધનીય છે કે અત્યારસુધી ગેરકાયદેસર દબાણ અને રસ્તાને નડતરરૂપ મિલ્કતો દૂર કરતી સુરત મહાનગરપાલિકા હવે પોલીસચોકીઓને પણ દૂર કરવા આગળ વધી રહી છે. એવા ઘણા સ્થળો છે જ્યાં રસ્તા પર અથવા સર્વિસ રોડ પર ખુદ પોલીસ દ્વારા ઉભી કરી દેવામાં આવેલી આ ચોકીઓ દબાણ ઉભું કરે છે. અને જેના કારણે લોકોને મુશ્કેલી થાય છે.

આ પોલીસ ચોકી દૂર કરવા ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ મામલે પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરને પણ રજૂઆતો કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જેનો હવે સુખદ ઉકેલ આવ્યો છે. હવે આ પોલીસ ચોકી દૂર કરવામાં આવતા સર્વિસ રોડનો રસ્તો ખુલ્લો થશે તેમજ શનિવાર રવિવારની રજામાં ગૌરવ પથ પર જે ભયંકર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી તેમાં પણ હવે રાહત મળશે.

આ પણ વાંચો :

Surat : UPSC ની પરીક્ષા માટે સુરતમાં સાત સેન્ટરો ફાળવાયા, 10 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા

Surat : ત્રીજી લહેર આવશે કે નહીં તે આપણા વર્તન પર નિર્ભર : સુરતના નિષ્ણાંત તબીબોનો મત

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati