જો ઈરાને જળડમરૂ માર્ગ બંધ કર્યો તો વિશ્વભરનો વેપાર અટકી જશે, ભારત સહિત દુનિયા માટે કેમ મહત્વનો છે આ જળમાર્ગ?- વાંચો
સ્ટ્રેટ ઓફ હોરમુઝ કે જળડમરૂ એક સાંકડો પરંતુ અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ છે. જે ફારસની ખાડીને ઓમાનની ખાડી બંનેને જોડતો એક સાંકડો હિસ્સો કે ખાડી છે. તાજેતરમાં જ ઈરાનની સંસદ દ્વારા આ સ્થળને બંધ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. જો ઈરાને આવુ કર્યું તો વિશ્વભરમાં મોટાભાગના દેશોના ઓઈલ સપ્લાય પર માઠી અસર થવાની ભીતિ છે. કારણ કે જળડમરૂ જ એ માર્ગ છે જ્યાંથી વિશ્વભરના ઓઈલ સપ્લાયનો 25 ટકા હિસ્સો પસાર થાય છે.

ઈરાનની સંસદે તેના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકી હુમલા બાદ વળતી રણનીતિના ભાગરૂપે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે જળડમરૂને બંધ કરી દેવાની મંજૂરી આપી દીધી છે. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે આ જાણકારી આપી હતી. ઈરાનની સંસદની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સદસ્ય મેજર જનરલ કોવસારીએ કહ્યુ કે ઈરાનના ટોચના સુરક્ષા સત્તા, સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરીષદે આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવાની જરૂર છે. ઈરાન જો હોર્મુઝ સ્ટ્રેટ ખાડીને બંધ કરી દે છે તો તેનાથી વૈશ્વિક વ્યાપાર ઘણો બાધિત થશે. તેલની કિમતો વધશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ શકે છે. વૈશ્વિક ઈંધણના વપરાશનો 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ પસાર થાય છે. ઈરાનના આ પગલાથી મધ્યપૂર્વમાં વધુ અસ્થિરતા પેદા થઈ શકે છે. જ્યા છેલ્લા 20 મહિનામાં તણાવ વધી રહ્યો છે. ગાજા અને લેબનનમાં હમાસ અને હિઝબુલ્લાહ સાથે ઈઝરાયેલનું યુદ્ધ, ઈરાન...