Surat : સુર્યપુરમાં વધતું સૂર્યઉર્જા માટેનું વળગણ, સોલાર સીટી બનવા તરફ સુરત

સુરત હવે સોલાર સીટી બનવા જઈ રહ્યું છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં સુરત શહેર સૌથી વધારે અગ્રેસર છે.

Surat : સુર્યપુરમાં વધતું સૂર્યઉર્જા માટેનું વળગણ, સોલાર સીટી બનવા તરફ સુરત
Surat: Growing attachment towards solar energy in Suryapur, Surat towards becoming a solar city
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:31 PM

દક્ષિણ ગુજરાત અને સુરત સૌર ઉર્જામાં હરણફાળ ગતિથી આગળ વધી રહ્યું છે. બે વર્ષમાં 124 કરોડથી વધુની સૌર વીજળી ઉત્પન્ન થઇ છે. સુરત સીટી, સુરત રૂરલ, ભરૂચ, વલસાડ સર્કલમાં ડીજીવીસીએલના ગ્રાહકોના 47,215 રૂફટોપ પ્લાન્ટમાં 248 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે અને તેનાથી ગ્રાહકોને 124 કરોડ રૂપિયાનો ફાયદો પણ થયો છે.

સરકારે પર્યાવરણમાં પ્રદૂષણના સ્તરને ઓછું કરવા કુદરતી ઉર્જાના સ્ત્રોતના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવા માટે સબસીડી આપવામાં આવે છે. ગ્રાહકોને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એમ બંને વિકલ્પમાં જીયુએનએલ કંપનીમાં રૂફટોપ પ્લાન્ટ માટે રજીસ્ટ્રેશન કરવું પડે છે. સૂર્ય ગુજરાત યોજના હેઠળ 538 જેટલી એજન્સીઓ ગુજરાતમાં કામ કરે છે.

રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ પ્લાન્ટ નાંખવો હોય તો સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. ત્રણ કિલો વોટ સુધીના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ માટે 40 ટકા, ત્રણથી 10 કિલો વોટ સુધીના પ્લાન્ટ માટે 20 ટકા સુધીની સબસીડી ગ્રાહકોને મળી શકે છે. દસ કિલો વોટથી વધારેના પુરેપુરા રૂપિયા ગ્રાહકે ચૂકવવા પડે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સૂર્ય ગુજરાતની સ્કીમ સપ્ટેમ્બર 2019માં શરૂ થઇ હતી. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સુરત સિટીમાં 19,479 સોલાર રૂફટોપ પ્લાન્ટ કાર્યરત છે. ઉપરાંત સુરત ઋરળમાં 11,823, ભરૂચમાં 9016અને વલસાડ સર્કલમાં 7897 સહીત દક્ષિણ ગુજરાતમાં 48,215 પ્લાન્ટ કાર્યરત છે. સુરત સિટીમાં 93.32 મેગાવોટ, સુરત ઋરળમાં 60.69 મેગાવોટ, ભરૂચમાં 47.91 મેગાવોટ, વલસાડમાં 46.35 મેગાવોટ અને દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધી 248.35 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે.

સુરત સિટીમાં રૂ.46.66 કરોડ, સુરત રૂરલ માં 30.334 કરોડ, ભરૂચમાં 23.95 કરોડ અને વલસાડમાં 23.21 કરોડની વીજળી પેદા થઇ હતી. આમ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજિત રૂ.124.16 કરોડથી વધુની સૌર ઉર્જાનું ઉત્પાદન થયું છે. આગામી દિવસોમાં મહત્તમ લોકો સરકારની યોજનાનો લાભ લેશે. તેથી દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં સૌર ઉર્જાનું અગ્રગણ્ય ઉત્પાદક બની જશે.

નોંધનીય છે કે ડીજીવીસીએલ દ્વારા કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને રેસીડન્સમાં યુનિટ દીઠ વીજળીના ભાવ જુદા જુદા છે. ઈન્ડસ્ટ્રીઝમાં યુનિટના રૂ.7, કોમર્શિયલ એક યુનિટના રૂ.5 થી 6 અને રેસીડન્સીમાં એક યુનિટ યુનિટના રૂ.3 થી 4 વસુલ કરવામાં આવી રહ્યા છે. તેથી સોલાર રૂફટોપ પ્લાન્ટમાં ઉત્પાદન થતી વીજળીના ભાવ પણ ગ્રાહકને જુદા જુદા ચૂકવવા પડી રહ્યા છે.

આ પણ વાંચો :

Surat : લવ જેહાદને લઇને હાઇકોર્ટના હુકમ વિરૂદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઇશું : સીએમ રૂપાણી

Surat : દસ વર્ષમાં ગંદા પાણીને 100 ટકા રિયુઝ કરવા મહાનગરપાલિકાનો લક્ષ્યાંક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">