Surat : લવ જેહાદને લઇને હાઇકોર્ટના હુકમ વિરૂદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઇશું : સીએમ રૂપાણી

સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ વેલેન્ટાઈન સિનેમા પાસે નિર્માણ પામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત થયેલા LIG આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Surat : લવ જેહાદને લઇને હાઇકોર્ટના હુકમ વિરૂદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઇશું : સીએમ રૂપાણી
Surat: Govt to go to Supreme Court against High Court order on love jihad: CM Rupani
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 28, 2021 | 7:05 AM

Surat : શહેરમાં LIGના 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરનાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદને લઈ આક્રમક વલણ અપનાવ્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે લવ જેહાદને લઈ હાઇકોર્ટેના હુકમ વિરુદ્ધ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. બીજી તરફ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો પ્રશ્ન 1 સપ્તાહમાં હલ કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.

સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ વેલેન્ટાઈન સિનેમા પાસે નિર્માણ પામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત થયેલા LIG આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.13 માળના બનેલા 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરી રહ્યા છે.

દરેક શહેરોની અંદર જમીનના ભાવ કરોડોમાં બોલાય છે ત્યારે ગરીબોને પોતાના આવાસ માટેનું સપનું જોવું પણ દુષ્કર બની રહ્યું છે. તેવા સમયે સરકાર સામાન્ય માણસને પોતાના સપનાનું ઘર મળે તેવા પ્રયાસો કરી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દર વર્ષે સરકાર પાંચ લાખ જેટલા મકાનો બનાવીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આપશે.કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે માત્ર નારા લગાવવામાં આવતા હતા. ગરીબી હટાવો જેવા માત્ર નારા લગાવવામાં આવતા હતા.

કોંગ્રેસના રાજમાં બનેલા મકાનો ખખડધજ થઈ જતા હતા. હવે સરકાર ગરીબ અને મધ્યમ પરિવારોને મજબૂત અને સારા મકાનો આપી રહી છે.જોકે હાલ હાઇકોર્ટ દ્વારા લવ જેહાદને લઈ જે હુકમ કરાયો છે તેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ જશે તેવું જણાવી મુખ્યમંત્રી રૂપાણીએ સૌને ચોંકાવ્યા હતા.

બીજી તરફ સુરતમાં એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો મુદ્દો સળગતો છે. ત્યારે મુખ્યમંત્રીને એરપોર્ટને નડતરરૂપ ઇમારતો વિશે પૂછવામાં આવતા સીઆર પાટીલે જવાબ આપ્યો હતો. એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગ સમસ્યા અંગે સીઆર પાટીલે જણાવ્યું કે ટેક્નિકલ સમસ્યા છે. બધા બિલ્ડરોની ભૂલ નથી. એક સપ્તાહમાં આ સમસ્યાનો સુખદ ઉકેલ લાવવામાં આવશે. કોઈને અન્યાય નહિ થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad : AMCની સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટરના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આક્ષેપો

આ પણ વાંચો : Afghanistan Crisis: PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના PM સાથે કરી ફોન પર વાત, અફઘાનિસ્તાનની સ્થિતિ પર કરી ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">