Surat : દસ વર્ષમાં ગંદા પાણીને 100 ટકા રિયુઝ કરવા મહાનગરપાલિકાનો લક્ષ્યાંક

સુરત મહાનગપાલિકાએ ગંદા પાણીને રિયુઝ કરીને તેમાંથી આવક મેળવીને સિદ્ધિ મેળવી છે. જેનાથી દેશ વિદેશના પ્રતિનિધિ પ્રભાવિત થયા છે.

Surat : દસ વર્ષમાં ગંદા પાણીને 100 ટકા રિયુઝ કરવા મહાનગરપાલિકાનો લક્ષ્યાંક
Surat: Surat Municipal Corporation aims to recycle 100% of wastewater in ten years
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 2:08 PM

નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત દેશના ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ શહેરોની સરખામણીમાં અભ્યાસ અને પ્રેઝન્ટેશનમાં કાર્યક્રમમાં ગંદા પાણીને ટ્રીટ કરીને રિયુઝ કરવાની અને તેમાંથી સુરત કોર્પોરેશને જે આવક ઉભી કરી છે તેનાથી સુરત મહાનગરપાલિકાની કામગીરીથી દેશ વિદેશના નિષ્ણાંતો અને પ્રતિનિધિઓ પણ પ્રભાવિત થયા છે.  આગામી દસ વર્ષમાં સુરત મનપાએ ગંદા પાણીને 100 ટકા રિયુઝ કરવાનો લક્ષ્યાંક રાખ્યો  છે.

ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ સીટીઝન તુલનાત્મક અભ્યાસ અને વર્ચ્યુઅલ વાર્તાલાપ માટે સમગ્ર દેશમાંથી સુરત શહેરની પસંગી કરવામાં આવી હતી. સ્ટોકહોમ વર્લ્ડ વોટર વીક 2021ની ઉજવણી અંતર્ગત ઝીરી લીકવીડ ડિસ્ચાર્જ સિટીઝ અંગે દેશ અને વિદેશના એક્સપર્ટ પેનલિસ્ટનો વર્ચ્યુઅલ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.

જેમાં ભારતભરની તમામ મહાનગરપાલિકા માંથી ફક્ત સુરત શહેરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ ઉપસ્થિત રહીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ સિવેઝ વોટર એટલે કે ગંદા પાણીને ટ્રીટ કરીને તેને રિયુઝ કરવામાં એક ઉદાહરણ પૂરું પડ્યું છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

એટલું જ નહીં આ ગંદા પાણીને ટ્રીટ કરીને સુરત મહાનગરપાલિકા તેને ઇન્ડસ્ટ્રીઝને વેચીને તેમાંથી 140 કરોડ રૂપિયાની આવક પણ ઉભી કરે છે. હાલમાં મહાનગરપાલિકા કુલ ગંદા પાણીના 33 ટકા પાણીને ટ્રીટ કરે છે. જે વર્ષ 2025 સુધીમાં 50 ટકા અને વર્ષ 2030 સુધી 100 ટકા કરવાનો લક્ષયાંક સુરત કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો છે.

આગામી દસ વર્ષમાં જો સો ટકા ગંદુ પાણી ટ્રીટ થશે તો તેનો રિયુઝ થશે તો ફ્રેશ વોટરને તેનાથી રિપ્લેસ કરી શકાશે જેને પગલે ભવિષ્યમાં પાણીની કટોકટી પણ નિવારી શકાશે તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. કમિશનરના આ પ્રેઝન્ટેશનથી દેશ વિદેશના નિષ્ણાંતો પણ પ્રભાવિત થયા હતા.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાને હાલમાં જ આ માટે વોટર પ્લસ સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે. સિવેઝ વોટરને રિયુઝ કરીને તેમાંથી આવક ઉભી કરીને કોર્પોરેશને મોટી સિદ્ધિ પણ મેળવી છે. જેને હવે દેશના અન્ય શહેરો પણ અનુસરવા જઈ રહ્યા છે. આમ દસ વર્ષમાં સુરત મહાનગરપાલિકા ગંદા પાણીને 100 ટકા રિયુઝ કરવાનો લક્ષ્યાંક મેળવશે તે પણ મોટી ઉપલબ્ધી બની રહેશે.

આ પણ  વાંચો :

Surat : કાપડ માર્કેટના 60 હજાર વેપારીઓમાંથી 99 ટકા એ લઇ લીધી વેક્સિન

Surat : લોકર્સને લઈને RBIની નવી ગાઈડલાઇનથી હીરા ઉધોગકારોમાં નારાજગી

g clip-path="url(#clip0_868_265)">