સુરતના અગ્નિકાંડ મામલે કરવામાં આવી કાર્યવાહી, આ બે ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ
સુરતની ભયાવહ ઘટના બાદ ઉંઘતુ તંત્ર સફાળુ જાગ્યુ છે. દુર્ઘટનાનાં 24 કલાક બાદ બે કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને અન્ય ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તંત્રએ આ આગ્નિકાંડ પહેલા પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ હોત તો […]
સુરતની ભયાવહ ઘટના બાદ ઉંઘતુ તંત્ર સફાળુ જાગ્યુ છે. દુર્ઘટનાનાં 24 કલાક બાદ બે કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને અન્ય ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તંત્રએ આ આગ્નિકાંડ પહેલા પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ હોત તો 20 ભૂલકાઓનું જીવન બચાવી શકાયુ હોત પરંતુ આ ઘટનાથી એટલું તો સમજી શકાય છે કે તંત્ર અને સાથે જ સરકારી અધિકારીઓ પોતાનું કામ નિષ્ઠાથી કરતા નથી.