સુરતના સરથાણા અગ્નિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે 2 અધિકારીની કરી ધરપકડ
સુરતના સરથાણા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ફાયર બ્રિગેડના બે અધિકારી એસ.કે. આચાર્ય અને કીર્તિ મોઢની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં તમામ પાસાની ચકાસણી બાદ ફાયર વિભાગની ભૂલ આવી છે. તક્ષશિલા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અંગે કોઈ નોટિસ ન આપી હોવાથી બંને જવાબદાર અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. […]
સુરતના સરથાણા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ફાયર બ્રિગેડના બે અધિકારી એસ.કે. આચાર્ય અને કીર્તિ મોઢની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં તમામ પાસાની ચકાસણી બાદ ફાયર વિભાગની ભૂલ આવી છે. તક્ષશિલા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અંગે કોઈ નોટિસ ન આપી હોવાથી બંને જવાબદાર અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: નિર્મલા સીતારમણ બન્યા દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન
આ બન્ને ફાયરના અધિકારીઓના નિવેદન લીધા બાદ ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી લીધી છે. સુરત ક્રાઈમ બ્રાંચે અગ્નિકાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં મનપા અને ફાયર બ્રિગેડના 6 અધિકારીઓની પૂછપરછ કરી છે. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા હતા અને 10 હજી સારવાર હેઠળ છે.