Surat : ડિંડોલીમાં 14 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાવર ગાર્ડનમાં ચોરીની ફરિયાદો

સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં ડિંડોલી ખાતે ટીપી 69માં અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાવર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેનું સંભવતઃ આગામી સપ્તાહમાં ઉદ્ઘઘાટન કરવામાં આવનાર છે.

Surat : ડિંડોલીમાં 14 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાવર ગાર્ડનમાં ચોરીની ફરિયાદો
Surat: Complaints of theft in Flower Garden constructed at a cost of Rs 14 crore in Dindoli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:47 PM

Surat : શહેરના ડિંડોલી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં આવેલા ફ્લાવર ગાર્ડન (Flower Garden)જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવે તે પહેલાં જ અસામાજીક તત્વોના (Antisocial elements) દૂષણની ફરિયાદો ઉઠવા પામી છે. આ સંદર્ભે સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી દ્વારા હાલમાં જ ફ્લાવર ગાર્ડનમાં છાશવારે થતી ચોરીઓ સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.

શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં ડિંડોલી ખાતે ટીપી 69માં અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાવર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેનું સંભવતઃ આગામી સપ્તાહમાં ઉદ્ઘઘાટન કરવામાં આવનાર છે.

જોકે, આ દરમ્યાન સ્થાનિક કોર્પોરેટર સુધાર ચૌધરી દ્વારા ગાર્ડનનું ઉદ્ઘઘાટન થાય તે પહેલાં જ ચોરી થતી હોવાની જાણકારી મળવા પામી હતી. જેને પગલે તેઓએ ગાર્ડનની મુલાકાત લીધા બાદ ચોરીની ઘટનાઓને રોકવા માટે રાની અંબિકા સોસાયટી તરફના ભાગે ગાર્ડનની દિવાલ ઉંચી કરવા સાથે તાર ફેન્સીંગ કરવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે કોર્પોરેટર સુધાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાવર ગાર્ડનનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ ચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સ્થાનિકો દ્વારા આ અંગે ધ્યાન દોરવામાં આવતાં તેઓએ ગાર્ડનની મુલાકાત લીધી હતી. અને આ દરમ્યાન ગાર્ડનના રાની અંબિકા સોસાયટી તરફના ભાગે દિવાલની ઉંચાઈ ઓછી હોવાને કારણે ચોર ઈસમોને ચોરી કરવામાં મોકળું મેદાન મળી રહ્યું છે. જેને પગલે હાલમાં જ સંબંધિત વિભાગના અધિકારીઓને ગાર્ડનમાં અંબિકા સોસાયટી તરફના ભાગે હયાત દિવાલને ઉંચી કરવા સાથે તાર – ફેન્સીંગ કરવા રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

આ પણ વાંચો : Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી

g clip-path="url(#clip0_868_265)">