Surat : સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

સુરત સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, પોસ્ટમોર્ટમની રૂમ બહાર હરીફ ટોળકીના એમ્બ્યુલન્સ ડ્રાઈવરે તેના ત્રણેક સાગરીતો સાથે મળી બીજા ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ફટકા વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું

Surat : સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
સિવિલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 03, 2022 | 5:09 PM

સિવિલ તંત્ર અને પોલીસની આંખ આડા કાન કરવાની નીતિના પાપે રવિવારે બપોરે કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સ (private ambulances) ના ડ્રાઈવરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. પોસ્ટમોર્ટમની રૂમ (Postmortem room) બહાર હરીફ ટોળકીના એમ્બ્યુલન્સ ડ્રાઈવરે તેના ત્રણેક સાગરીતો સાથે મળી બીજા એક ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી . જૂના ઝઘડાની અદાવતમાં આ હુમલો થયો હોવાનું પોલીસ જણાવી રહી છે . આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

બનાવની હકીકત એવી છે કે ડિંડોલી , નવાગામમાં આવેલા જયરાજનગરમાં રહેતો ગણેશ અશોક સીરસાઠ ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતો હતો . રવિવારે બપોરે સિવિલ કેમ્પસમાં આવેલા ગણેશ પર હરીફ ટોળકીના એમ્બ્યુલન્સ ડ્રાઈવર જિતેન્દ્ર હાર અને ભરત કહાર સહિતના ચારેક જણા ચપ્પુ અને લાકડાના ફટકા સાથે તૂટી પડ્યા હતા જેમાં તેને માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં ગણેશ સ્થળ પર ફસડાઈ પડ્યો હતો . જ્યારે જિતેન્દ્ર કહાર સહિતની આખી ટોળકી ભાગી છૂટી હતી.

જોકે સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil hospital) માં પોસ્ટ મોર્ટમ રૂમ બહાર હુમલાનો ભોગ બનેલા ગણેશ શિરસાઠનું બુધવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકોની વચ્ચે ડેડબોડી લઈ જવાના ભાડાની બાબતે રવિવારે બબાલ થઈ હતી. જેમાં એમ્બ્યુલન્સ ચાલક ગણેશ સિરસાઠને ચપ્પુથી હુમલો કરાયો હતો. બુધવારે સારવાર દરમિયાન મોત થયું છે બે દિવસ પહેલાં ખટોદરા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. અગાઉ 4 હુમલાખોરો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. હવે હત્યાની કલમોનો પણ ઉમેરો કરાશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હુમલાખોર મયંક નટવરલાલ કહાર અને આશીષ કાતરીવાલાની ધરપકડ કરી છે. જયારે અન્ય એક હુમલાખોર જીતેન્દ્ર કહારને ઈજા થતા હોસ્પિટલમાં છે. ડેડ બોડી લઈ જવાની વર્દીને મામલે 10 દિવસ પહેલા જીતેન્દ્ર કહાર અને તેના મિત્રોએ ગણેશ જોડે માથાકૂટ કરી હતી. પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકો નવી સિવિલના પીએમ રૂમની બહાર મોડીરાત સુધી અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે એટલું જ નહિ ત્યાં નશો પણ કરતા હોય છે.

આ પણ વાંચોઃ હવે પોસ્ટ વિભાગ કાપડના પાર્સલોની પણ ડિલિવર કરશે, સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં રહેલી તકો જાણવા માટે સરવે શરૂ કર્યો

આ પણ વાંચોઃ વીજ કંપનીઓ યુનિટના ભાવ વધારતી નથી છતાં બિલની રકમ વધતી જાય છે, જાણો કઈ રીતે ચૂપચાપ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરી લેવાય છે

g clip-path="url(#clip0_868_265)">