AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી

સ્થાનિક અગ્રણી ધર્મેશ ગામીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સુમુલ ડેરી દ્વારા જે દુધનું વેચાણ કરવામાં આવે છે, તે દૂધની થેલી પર કૃષ્ણ ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો છે. જોકે આ દૂધની થેલીના વપરાશ બાદ તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે.

Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી
Surat: Controversy over Sumul Dairy posting Krishna's photo on milk bag
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:23 PM
Share

Surat :  સુરતની સુમુલ ડેરીનો (Sumul Dairy)નવો વિવાદ (Controversy)સામે આવ્યો છે. જેમાં ગાયના દૂધની થેલી પર કૃષ્ણ ભગવાન (Lord Krishna)અને ગાય સાથેનો ફોટો મૂકીને વેચાણ કરવામાં આવતા સ્થાનિક આગેવાન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

સ્થાનિક અગ્રણી ધર્મેશ ગામીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સુમુલ ડેરી દ્વારા જે દુધનું વેચાણ કરવામાં આવે છે, તે દૂધની થેલી પર કૃષ્ણ ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો છે. જોકે આ દૂધની થેલીના વપરાશ બાદ તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. જેથી તે એક રીતે ભગવાનનું અપમાન કહેવાય. જેથી અમે માંગણી કરીએ છીએ કે આ ફોટો તાત્કાલિક હટાવીને બીજો લોગો મુકવામાં આવે.

જોકે આ અંગે સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના મનીષ ભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે આ વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવી રહ્યો છે. દૂધની થેલી પર એક બાળકનો ફોટો મોરપીંછ અને ગાય સાથે મુકવામાં આવ્યો છે.

છતાં લોકોની જો લાગણી દુભાઈ હોય તો અમે તેના પર વિચાર કરીને જલ્દી નિર્ણય કરીશું. જોકે આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવી હતી, પણ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો છે.

જોકે આ વિવાદ થતા લોકો પણ ચર્ચા કરી રહ્યા છે, અને સુમુલ ડેરી દ્વારા આ લોગોને હટાવવાની પણ માંગ કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આ વિવાદ બાદ સુમુલના સત્તાધીશો આ બાબતે ક્યારે પગલાં લે છે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી મોટી બનાવાઈ પાવર બેંક, વોશિંગ મશીન અને ઈલેક્ટ્રિક સ્કૂટર પણ કરી શકાય ચાર્જ

આ પણ વાંચો : ઓગસ્ટમાં લોન્ચ થશે ‘Chandrayaan 3’ 2022 માટે ISROએ બનાવ્યો મોટો પ્લાન

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">