સુરત : પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી, 8 મહિનામાં 111 બાળકો શોધી કાઢયા

પાંડેસરાની જેમ સચિન જીઆઇડીસી વિસ્તારમાં પણ પોલીસે આ રીતે કામગીરી શરૂ કરી છે. અને ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારોમાં અલગ અલગ સમયે કે જ્યાં માતાપિતા કામે ગયા હોય તેવા સમયે પોલીસ ખાનગી ડ્રેસમાં રાઉન્ડઅપ પેટોર્લિંગ પણ કરતી હોય છે.

સુરત : પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી, 8 મહિનામાં 111 બાળકો શોધી કાઢયા
Surat: Commendable work of Pandesara police, 111 children found in 8 months
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:47 PM

સુરત (SURAT) શહેરમાં બની રહેલા ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ (POLICE) હવે ખુબ એલર્ટ બની રહી છે. ખાસ કરીને નાના બાળકો અને યુવતીઓ માટે તો પોલીસ દ્વારા અનેક અભિયાનો પણ શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી અવાર નવાર બાળકો ગુમ થયાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી ગયા છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને પાંડેસરા પોલીસ (Pandesara Police)ખુબ જ સતર્ક બની છે. પાંડેસરા પોલીસ સ્ટેશન પીઆઇ એ.પી. ચૌધરી દ્વારા ખાસ એક ટીમ બનાવવામાં આવી. જે કોઈ બાળક ગુમ થયાના મેસેજ મળતાની સાથે તે ટીમ કામે લાગી જાય છે. અને અલગ અલગ મુદ્દે તપાસ શરૂ કરી દેતી હોય છે.

ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં છેલ્લા 8 મહિના દરમિયાન ગુમ થયેલા બાળકોને પોલીસે શોધી કાઢયા છે. આ તમામ બાળકોને માતા- પિતા સાથે સુખદ મિલન કરાવી પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે. બાળકોની વાત કરીએ તો 0 થી 5 વર્ષના 64 બાળકો, જેમાં 35 છોકરાઓ અને 29 છોકરીઓનો સમાવેશ થાય છે. જયારે 06 થી 10 વર્ષના 21 બાળકો, જેમાં 12 છોકરાઓ અને 09 છોકરીઓનો સમાવેશ થાય છે. 11 થી 15 વર્ષના 21 બાળકો, જેમાં 13 છોકરાઓ અને 08 છોકરીઓ અને 16 થી 18 વર્ષના 05 છોકરાઓને શોધી કાઢી માતા-પિતાને સહીસલામત સોંપી દીધા છે.

પાંડેસરાની જેમ સચિન જીઆઇડીસી વિસ્તારમાં પણ પોલીસે આ રીતે કામગીરી શરૂ કરી છે. અને ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારોમાં અલગ અલગ સમયે કે જ્યાં માતાપિતા કામે ગયા હોય તેવા સમયે પોલીસ ખાનગી ડ્રેસમાં રાઉન્ડઅપ પેટોર્લિંગ પણ કરતી હોય છે.કારણ કે સુરતમાં નાના બાળકો સાથેની જે ઘટના બનતી હોય છે તેને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

બાળકો ગુમ થવાના કિસ્સા ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારોમાં તેમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પાંડેસરા ભેસ્તાન ઉદ્યોગ ભારતી સ્કુલ ખાતે ડે- કેર પણ શરૂ કરવામાં આવી છે. જેમાં નોકરીયાત માતા- પિતા પોતાના બાળકોને સવારે આઠ વાગ્યાથી સાંજના 8 વાગ્યાસુધી મુકી નિશ્વિતપણે નોકરી ધંધો કરી શકશે, તેમજ આ ડે કેરમાં શિક્ષકોની સુવિધાઓ છે. જેમાં આખા દિવસ દરમિયાન બાળકોને અલગ અલગ પ્રવૃતિઓ કરાવી બાળકોને તેઓના ભવિષ્ય માટે સજજ કરશે. તથા બાળકોને સલામતી તથા સ્વસ્થ વાતાવરણ તેમજ સારૂં જમવાનું પણ પુરુ પાડવામાં આવશે, પાંડેસરા પોલીસની આ સેવાકીય કામગીરીને ખરેખર સરાહનીય કામગીરી ગણી શકાય. છતાં પણ લોકોએ પોતાના બાળકો પર ધ્યાન આપવું જરૂરી છે. પોતાના નાના બાળકો ક્યાં રમે છે કોની સાથે રમતા હોય તે ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : રાજકોટ કમિશનકાંડમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

આ પણ વાંચો : Jamnagar : નાગરિક સંરક્ષણની કચેરી સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">