AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bardoli Breaking News : સુરત જિલ્લાના બારડોલી પોસ્ટ ઓફિસને મળી બોમ્બની ધમકી, તંત્રમાં મચી દોડધામ !

સુરત જિલ્લાના બારડોલી પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ધમકીભર્યા ઈ-મેઇલ બાદ સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની તપાસ ચાલુ છે.

Bardoli Breaking News : સુરત જિલ્લાના બારડોલી પોસ્ટ ઓફિસને મળી બોમ્બની ધમકી, તંત્રમાં મચી દોડધામ !
Bardoli Post OfficeImage Credit source: iStock
| Updated on: Jul 15, 2026 | 12:58 PM
Share

બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળ્યો છે. મેઈલમાં બપોરે 1:15 વાગ્યા સુધીમાં ઓફિસ ખાલી કરાવવાની ચેતવણી આપવામાં આવી છે. ધમકી મળતા બંને ઓફિસો ખાલી કરાવી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત જિલ્લાના બારડોલી પોસ્ટ ઓફિસને બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી. સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. ઘટનાની તપાસ પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.

10 માર્ચે પણ મળી હતી ધમકી

આ પહેલાં 10 માર્ચે પણ બારડોલી પોસ્ટ ઓફિસ અને બારડોલી પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકીનો મેઇલ મળ્યો હતો. ધમકી મળતા પોલીસ, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા બંને સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી અને ધમકી ખોટી સાબિત થઈ હતી. તે સમયે પણ પોલીસે મેઇલના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ફરીથી આજે 15 જુલાઈએ બારડોલી પોસ્ટ ઓફિસને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ પહેલા પણ મોટાભાગે વિભાગને મળી છે ધમકી

અમદાવાદ અને ગાંધીનગરમાં 10 જુને બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મેઇલ મળ્યો હતો. મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં બોમ્બ બ્લાસ્ટ કરીને સ્થળોને ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ અને તપાસ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. 10 જુને ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય (CM Office)ને બપોરે બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરીને બપોરે ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. ઉપરાંત RSS કાર્યાલયને પણ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.

મોટાભાગના કેસોમાં ધમકીઓ ખોટી સાબિત થઈ છે

આ પ્રથમ વખત નથી જ્યારે આવી ધમકીનો મેઇલ આવ્યો હોય. આ પહેલા પણ અનેક સરકારી કચેરીઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓને બ્લાસ્ટ સંબંધિત મેઈલ મળ્યા હતા. તે સમયગાળા દરમિયાન પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. પરંતુ મોટાભાગના કેસોમાં ધમકીઓ ખોટી સાબિત થઈ છે.

આ પણ વાંચો, રસ્તા પર ચાલતા OLA સ્કૂટરના બે કટકા થયા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ, જુઓ વાયરલ Video

Follow Us
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
g clip-path="url(#clip0_868_265)">