સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO
સરકારી ભરતીની પરીક્ષામાં યુવાનો સાથે ફરી અન્યાય થયો છે. ભરતીની 3 પરીક્ષા 29 ડિસેમ્બરે એક જ દિવસે હોવાથી યુવાનો કોઈ પણ એક પરીક્ષા જ આપી શકશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 29 ડિસેમ્બરે કાર્યલય અધિક્ષકની અને કચેરી અધિક્ષકની પરીક્ષા લેવાશે. જેમાં દોઢ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. એજ તારીખે કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા […]
સરકારી ભરતીની પરીક્ષામાં યુવાનો સાથે ફરી અન્યાય થયો છે. ભરતીની 3 પરીક્ષા 29 ડિસેમ્બરે એક જ દિવસે હોવાથી યુવાનો કોઈ પણ એક પરીક્ષા જ આપી શકશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 29 ડિસેમ્બરે કાર્યલય અધિક્ષકની અને કચેરી અધિક્ષકની પરીક્ષા લેવાશે. જેમાં દોઢ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. એજ તારીખે કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે, જેમાં 94,964 ઉમેદવારે અરજી કરી છે. જ્યારે વડોદરાની MS યુનિવર્સિટીમાં GSETની પરીક્ષા લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળ અને કૃષિ યુનિવર્સિટીમાં કલાર્કની ભરતી માટે ફોર્મ ભરનાર ઉમેદવારો બેમાંથી એક જ પરીક્ષા આપી શકશે. જેને લઈ પરીક્ષાર્થીઓએ એક પરીક્ષા ગુમાવવી પડશે, તેથી ઉમેદવારોએ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માગ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO