Dakor માં રવિવારે શ્રીનાથની 249મી રથયાત્રા, જાણો તેની વિશેષતા

|

Jul 10, 2021 | 3:12 PM

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રવિવારે યોજાનાર 249મી રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં છે. શ્રીનાથની રથયાત્રા કોરોના નિયમ અનુસાર યોજવામાં આવશે.

Dakor માં રવિવારે શ્રીનાથની 249મી રથયાત્રા, જાણો તેની વિશેષતા
Dakor Ranchodji mandir (File Photo)

Follow us on

દેશભરમાં સામાન્ય રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Rathyatra) અષાઢી સુદ બીજના દિવસે ઉત્સાહ-ઉમંગ સાથે યોજવામાં આવે છે. પરંતુ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર(Dakor) માં રણછોડજી મંદિરમાં શ્રીનાથની રથયાત્રા(Rathyatra) અષાઢી સુદ બીજના દિવસે  યોજાતી નથી. જેમાં પરંપરા મુજબ અષાઢી સુદ બીજના આસપાસના દિવસે આવતા ગુરુપુષ્ય નક્ષત્રમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ચાંદીના રથમાં જ યાત્રાની મંજૂરી આપવામાં આવી

ડાકોરમાં રથયાત્રા તિથીને બદલે નક્ષત્ર મુજબ યોજવામાં આવે છે. જેના પગલે આ વર્ષે રવિવારના રોજ ડાકોરના રાજાધિરાજની 249મી રથયાત્રા કોરોના નિયમોના પાલન સાથે નિકાળવામાં આવશે. ડાકોરના નીકળનારી રથયાત્રાની વિશેષતાએ છે કે તેમાં ચાંદીનો પ્રાચીન રથ, તાંબાનો રથ તેમજ લાકડાના રથનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ વર્ષે કોરોના ગાઈડ લાઇનના પગલે માત્ર ચાંદીના રથમાં જ યાત્રાની મંજૂરી આપવામાં આવી છે.

આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી
Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?

રથયાત્રાના દિવસે ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રહેશે

રવિવારના રોજ ડાકોરમાં સરકારની ગાઈડલાઇન મુજબ રથયાત્રા યોજાશે. રાજાધિરાજની રથયાત્રાને લઇને મંદિર તરફથી તૈયારીઓ આખરી તબક્કામાં છે.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નિકાળવામાં આવશે. ડાકોર મંદિરેથી સવારે 8.30 વાગે રથયાત્રા શરૂ થશે અને બપોરે બે વાગે રથયાત્રા મંદિરે પરત ફરશે. જેમાં રથયાત્રાના રુટ પર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ રથયાત્રાના દિવસે ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રહેશે.

મંદિર આસપાસના વિસ્તારમાં કફર્યૂ રહેશે

જેમાં રથયાત્રા રણછોડરાયજી મંદિરેથી સવારે ૮-૩૦ કલાકે ચાંદીના એક રથ સાથે યાત્રા નીકળશે અને ૧૧-૩૦ કલાકે મંદિરે પરત આવશે. આ ઉપરાંત રવિવારે ડાકોરમાં યોજાનાર રથયાત્રાના રૂટ પર મંદિર આસપાસના વિસ્તારમાં કફર્યૂ રહેશે. જેમાં દુકાનો સહિતની અવરજવર પર પ્રતિબંધ મૂકાશે. જ્યારે ભક્તો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે. આ સમગ્ર યાત્રાના રૂટ સહિત મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આ રથયાત્રામાં ત ૬૦ સેવકો અને  કર્મચારીઓ જોડાઇ શકશે. જ્યારે  ભક્તોને  રથયાત્રામાં રથની નજીક ન જવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે  કોરોનાના પગલે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ પરિક્રમા કરાવવામાં આવી હતી. જો કે આ વર્ષે કોરોના ગાઈડ લાઇન સાથે  નીકળનારી  રથયાત્રાના દૂરથી અથવા ઓનલાઇન દર્શનનો લ્હાવો મળશે તેથી   શ્રદ્વાળુઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar : કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય, રાજ્યમાં 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ

આ પણ વાંચો : TMKOC: બબીતા જીની પોસ્ટ કર ટપુએ કરી એવી કોમેન્ટ કે લોકોએ બંનેના સંબંધ પર ઉઠાવ્યા સવાલ

Published On - 2:51 pm, Sat, 10 July 21

Next Article