SOMNATH : આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, ભક્તોએ આ નિયમો પાળવા પડશે

Somnath temple : સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે.

SOMNATH : આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, ભક્તોએ આ નિયમો પાળવા  પડશે
Somnath temple will be open from 6 am to 10 pm from 18 july
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 9:32 PM

SOMNATH : ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર (Somnath temple)અંગે એક સારા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ 17 જુલાઈથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આવતીકાલથી ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના વાયરસના કેસો વધતા રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈન અંતર્ગત તમામ મંદિરો અને તીર્થસ્થાનો પર પ્રવેશ બંધ કરાવ્યો હતો. મંદિરો અને યાત્રાધામોએ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તીર્થસ્થાનો અને મંદિરોએ પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા ભક્તો માટે કડક નિયમો બનાવ્યા હતા.

એપ્રિલ મહિનામાં બંધ કરવામાં આવ્યું હતું મંદિર ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યાં હતા. કોરોના સંક્રમણ વધતા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અન્ય 6 મંદિરો બંધ કરવામાં આવ્યા છે. લોકોહિતમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ મહાદેવ મુખ્ય મંદિર, રામ મંદિર, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર દેહોત્સર્ગ, ભાલકા મંદિર, ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે બીજી વાર સોમનાથ મહાદેવ મંદિર બંધ રહ્યું હતું. કોરોનાના કારણે ગત વર્ષે પ્રથમ લહેરમાં માર્ચથી 80 દિવસ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મંદિર બંધ થતા ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી.

આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યા ભગવાન સોમનાથના દર્શન આજે 17 જુલાઈના રોજ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન સોમનાથના દર્શન કરવા સોમનાથ મંદિર પહોચ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભગવાન સોમનાથની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો : GANDHINAGAR : ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિથી પ્રભાવિત થયા કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર, જાણો શું પ્રતિભાવો આપ્યા 

આ પણ વાંચો : VADANAGAR : વડાપ્રધાન મોદીએ વડનગર રેલ્વે સ્ટેશન સહિત મહેસાણા-વરેઠા બ્રોડ ગેજ લાઇનનું લોકાર્પણ કર્યું, જાણો શું કહ્યું વડનગર વિશે 

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">