GANDHINAGAR : ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિથી પ્રભાવિત થયા કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર, જાણો શું પ્રતિભાવો આપ્યા

કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર (Jagdish Shettar) ની અધ્યક્ષતામાં 13 સભ્યોના પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને સી.એમ ડેશબોર્ડ  (CM Dashboard) અને જનસંવાદ કેન્દ્રની મૂલાકાત લીધી હતી અને રિયલ ટાઇમ મોનિટરીંગ અને વિવિધ યોજનાના લાભાર્થીઓના ફિડબેકની સિસ્ટમ પણ નિહાળી પ્રભાવિત થયા હતા.

GANDHINAGAR : ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિથી પ્રભાવિત થયા કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર, જાણો શું પ્રતિભાવો  આપ્યા
Karnataka's Industry Minister Jagdish Shettar Impressed by the Gujarat government's industrial policy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:29 PM

GANDHINAGAR : કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર (Jagdish Shettar) ની અધ્યક્ષતામાં 13 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાતના વિકાસ મોડેલ ખાસ કરીને MSME સેકટરની સમગ્ર ઇકોસિસ્ટમના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે. આ દરમિયાન તેમણે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM VIJAY RUPANI) સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન અને પ્રતિનિધિમંડળ સાથેની મૂલાકાત બેઠકમાં ગુજરાતે વડાપ્રધાન મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને આયોજનમાં ગિફટ સિટી જેવી વિશ્વકક્ષાની વાણિજ્યીક-નાણાંકીય ગતિવિધિઓના સેન્ટરનું નિર્માણ થવાની સફળતા તેમજ વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પગલે વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત બન્યું છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

આ પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને સી.એમ ડેશબોર્ડ  (CM Dashboard) અને જનસંવાદ કેન્દ્રની મૂલાકાત લઇ રિયલ ટાઇમ મોનિટરીંગ અને વિવિધ યોજનાના લાભાર્થીઓના ફિડબેકની સિસ્ટમ પણ નિહાળી પ્રભાવિત થયા હતા.મુખ્યપ્રધાન રૂપાણીએ આ પ્રતિનિધિમંડળને ધોલેરા SIR, ગિફટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વગેરેની સ્થળ મૂલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિથી પ્રભાવિત થયા કર્ણાટક સરકારના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર (Jagdish Shettar) ગુજરાતમાં MSME સેકટરને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા પ્રોત્સાહનોમાં ‘પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો’ અભિગમ, સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્યપદ્ધતિની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા. તેમણે કર્ણાટક પ્રતિનિધિમંડળનો ગુજરાત પ્રવાસ આ બધા ક્ષેત્રોની તલસ્પર્શી જાણકારી મેળવવામાં ઉપયુકત બનશે તેવી અપેક્ષા પણ દર્શાવી હતી.

રાજ્યના ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટાર તેમજ સમગ્ર પ્રતિનિધિમંડળને ગુજારાતના ઔદ્યોગિક વિકાસ, FDI માં અગ્રેસરતા, વિવિધ ક્ષેત્રે રોકાણની તકો તેમજ સી.એમ ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ કર્યા હતા

આ પણ વાંચો : VADANAGAR : વડાપ્રધાન મોદીએ વડનગર રેલ્વે સ્ટેશન સહિત મહેસાણા-વરેઠા બ્રોડ ગેજ લાઇનનું લોકાર્પણ કર્યું, જાણો શું કહ્યું વડનગર વિશે 

GANDHINAGAR : દૂધ-ઉત્પાદકો પશુપાલકોના હિતમાં CM RUPANI નો મોટો નિર્ણય, દૂધ પાવડરની નિકાસ માટે પ્રતિકિલો રૂ.50 ની સહાય સાથે ફ્રેઇટના ભાવ પણ વધાર્યા

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">