હૈદરાબાદ જેવી ઘટના બાદ સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં સ્વ-રક્ષણની તાલીમ
હૈદરાબાદની મહિલા ડૉકટર પર બળાત્કાર બાદ નરાધમોએ તેને જીવતી સળગાવી દેવાની ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થિનીઓ, યુવતીઓમાં મહિલાઓમાં અસુરક્ષિતતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થિનીઓ સ્વસુરક્ષાની તાલીમ લઈ રહી છે. સરકારી શાળામાં આવા દુશ્યો ભાગ્યે જ જોવા મળે. જ્યાં વિદ્યાર્થિનીઓને […]


રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સરકારની ગ્રાન્ટમાંથી આ તાલીમ અપાય છે. વિદ્યાર્થિનીઓ આવા સમયે પ્રતિકાર કરી શકે તે માટે ખાસ ટ્રેનરો રાખવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિની કુલ 247 શાળાઓમાં કન્યા શાળાઓમાં અઠવાડિયામાં એક વાર આ તાલીમ આપવામાં આવી રહી છે.
આજે એ સમય છે. જ્યાં નાની વિદ્યાર્થિનીઓ પણ હાલના સમયમાં ચાલી રહેલા માહોલ વિશે માહિતગાર છે. તેવામાં અન્યની મદદ માટે નિર્ભર રહેવા કરતા વિદ્યાર્થિનીઓ હવે જાતે જ સ્વસુરક્ષા માટે માનતી થઈ છે. નિર્ભયા કાંડ, કઠુઆ કાંડ અને હવે હૈદરાબાદમાં થયેલા બનાવથી દેશમાં ભયનો માહોલ છે. તેવામાં વિદ્યાર્થિનીઓને નાનપણથી જ આ ટેક્નિક શીખવાડવામાં આવે તે જરૂરી બન્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
