AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુષ્કાળના ડાકલા વચ્ચે ખેડૂતો તેમના દીકરા જેવા બળદોને ત્યજવા બન્યા મજબુર, ભારે હૈયે આશ્રમમાં મુકવાની આવી નોબત

સૌરાષ્ટ્રમાં હાલ ભારે દુષ્કાળની સ્થિતિ છે. પાણી અને ઘાસચારાની ભારે અછત વચ્ચે ખેડૂતો માટે હવે તેમના માલઢોરનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ઓછા વરસાદને કારણે પાણીની સ્ત્રોતો ખાલીખમ પડ્યા છે. ત્યારે ખેડૂતો તેમના બળદને પાણી પીવડાવી શકે તેવી સ્થિતિમાં નથી અને આ જ મજબુરીને કારણે ખેડૂતો હવે તેમના પરિવારના સભ્ય જેવા સાથીને તરછોડવા માટે અને આશ્રમમાં મુકવા માટે મજબુર બન્યા છે. રાજકોટના કાલાવાડ રોડ પર દેવગામ પાટીયા નજીક આવેલા સદ્દભાવના બળદ આશ્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમના બળદોને મુકવા માટે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2026 | 6:05 PM
Share

સૌરાષ્ટ્રમાં આ વખતે સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જેમા જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. ત્યારે ખેડૂતો પાસે હવે પાણીની કોઈ વ્યવસ્થા રહી નથી અને ખેતીમાં પણ આ વર્ષે તેઓ કોઈ પાક લઈ શક્યા નથી. દુષ્કાળને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. તેઓ તેમનું ગુજરાન માંડ ચલાવી શકે તેમ છે, ત્યારે તેમના માલઢોરને કેવી રીતે સાચવે તે મોટો પ્રશ્ન સર્જાયો છે. આવી વિકટ સ્થિતિમાં માલઢોર ભૂખ્યા-તરસ્યા ન રહે અને તેમની જાળવણી થાય તેવી લાગણી સાથે ભારે હૈયે ખેડૂતો તેમના બળદોને આશ્રમમાં મુકી રહ્યા છે.

સદ્ભાવના બળદ આશ્રમમાં દુષ્કાળ પહેલા 2 હજાર જેટલા બળદ હતા જે આંકડો હવે વધીને 8 હજારે પહોંચી ગયો છે. આ બળદોને અત્યાર સુધી ખેડૂતોએ દીકરાની જેમ ઉછેર્યા હતા. ખેતરમાં તેના કાયમી સાથી એવા બળદોને છોડતા ખેડૂતોની આંખો પણ ભીની થઈ રહી છે અને તેઓ ભારે હૈયે તેમને મુકી રહ્યા છે.

એક ખેડૂતે tv9 સમક્ષ તેમની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યુ કે હાલ તેમના જિલ્લામાં માણસને પીવા માટે પાણી નથી તેમાં માલઢોરને કેવી રીતે પાણી પીવડાવવુ. ઘાસચારો નથી, ભુક્કો નથી તો શું ખવડાવુ, છેલ્લા 15 વર્ષથી તેઓ બળદને સાચવે છે. તેના સુખ-દુ:ખના સાક્ષી રહ્યા છે. આ વર્ષ વધુ નબળુ છે અને તેમને નિભાવી શકાય તેમ નથી, તેઓ સચવાય એટલે આશ્રમમાં મુકવા પડે છે.  ખેડૂત જણાવે છે બળદો સાથે તેમનો સંબંધ ખેતી પૂરતો સિમીત નથી, આ તેમનો પરિવાર છે પરંતુ પાણીની અછતને કારણે તેમને છોડવા પડે છે.

જો સરકાર મદદ કરે તો ખેડૂતોને દીકરા જેવા બળદને છોડવાની નોબત ન આવે

અન્ય એક ખેડૂતે જણાવ્યુ કે આ બળદો સાથે પોતાના દીકરા કરતા પણ વિશેષ નાતો છે, અત્યાર આ અબોલ જીવોને છોડતા જીવ નથી ચાલતો, દીકરો પોતાના માવતરને છોડીને જાય તો માવતરને કેવું થાય? કંઈક એવી જ અસહ્ય વેદના તેમના હૈયામાં થઈ રહી છે. બળદો તેના ખેતરમાં રહે અને આશ્રમમાં રહે તેમા બહુ મોટો ફર્ક હોય છે. તેઓ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે કે માલઢોર માટે પાણીના વ્યવસ્થા કરે તો તેમને વ્હાલસોયા માલઢોરને તરછોડવાની સ્થિતિ ન આવે.

આ આશ્રમમાં કેટલાક ખેડૂતો પોતાના બળદોની સાથે રઝળતા મુકી દેવાયેલા બળદોને લઈને પણ આવી રહ્યા છે. એક ખેડૂતો જણાવ્યુ કે કોઈ ખેડૂતે બે બળદોને રઝળતા મુકી દીધા તેમની સ્થિતિ અત્યંત દયનિય હતી. તેઓ ઉભા પણ રહી શક્તા ન હતા. આથી ફાળો ઉઘરાવીને વાહન કરીને તેઓ આ બળદોને અહીં મુકવા આવ્યા છે જેથી તેમની સેવા થાય અને તેમને ઘાસચારો અને પાણી મળી રહે. ખેડૂત જણાવે છે કે હાલ સરકારની જવાબદારી છે કે તેઓ આવા ગરીબ ખેડૂતોની મદદ કરે.

“આ બળદોને પણ આશ્રમમાં તેમના માલિક વિના ગમતુ નથી”

આશ્રમના સંચાલક વિશાલ માંગુકિયા જણાવે છે કે બળદ તેમના ખેતરમાં રહે અને આશ્રમમાં રહે તેમા મોટો ફર્ક છે. પોતાના માલિકને છોડીને આશ્રમમાં રહેવુ આ અબોલ જીવોને પણ ગમતુ નથી. વાડીમાં તેઓ એકલા રહેતા હોય છે અને અહીં આટલા બધાની વચ્ચે તેમને રહેવુ પડે છે. અહીં આવેલા બળદો પણ નિરાશ જણાય છે. તેઓ પણ કંઈ ખુશ નથી. બળદોનો પણ ખેડૂતો સાથે માબાપ જેનો લાગણીનો નાતો હોય છે. પોતાના માલિક વિના તો તેમને પણ અહીં રહેવુ ગમતુ નથી હોતુ. આ તો તેઓ બોલી શક્તા નથી એટલે લાગણી વ્યક્ત કરી શક્તા નથી.

“ખેડૂતોને બળદ વિનાની વાડી પણ વાંજણી લાગે છે”

ખેડૂતો જણાવે છે કે બળદ વિનાની તેમની વાડી પણ વાંજણી લાગે છે. ખેતરોમાં બળદો બાંધેલા હોય તો તેમને પણ ત્યાં જઈને બે કલાક તેમની સાથે બેસવાનું મન થાય, પરંતુ બળદ વિનાનું ખેતર પણ જાણે તેમને કરડવા દોડતુ હોય એવુ લાગે પરંતુ હાલ લાચારીવશ હૈયે પથ્થર મુકીને આવવુ પડે છે. બળદને મુકીને જતા પગ પણ ભારે થઈ જાય છે. ખબર નથી એમને ક્યારે પાછા લઈ જઈ શક્શુ. ખેડૂતો ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે જલદી કોઈ સારી સ્થિતિ આવે અને તેઓ બળદોને લઈ જઈ શકે.

આશ્રમમાં મુકવા આવેલા મોટા ભાગના ખેડૂતો જામનગર-દ્વારકા જિલ્લાના

આશ્રમ સંચાલકના જણાવ્યા અનુસાર આ આશ્રમની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. શરૂઆતમાં 2 હજાર જેટલા બળદ હતા પરંતુ વરસાદ ખેંચાતા પરિસ્થિતિ વિકટ બની છે, અને છેલ્લા 20 દિવસમાં 6 હજાર બળદને અહીં મુકવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા હજુ પણ બળદ સ્વીકારવાની તૈયારી છે. ત્યારે તેમના માટે પણ બળદોના ખોરાક પાણીના વ્યવસ્થા કરવી મોટો પડકાર છે. હાલ ટ્રસ્ટ દ્વારા પાણીના ટેન્કર મગાવીને પાણી આપવામાં આવી રહ્યુ છે. જો કે આ અબોલ જીવોના નિભાવની જવાબદારી માત્ર આશ્રમની નથી. સરકાર પણ કંઈક મદદ કરે તેવી માગ સંચાલકો કરી રહ્યા છે. જ ખેડૂતોને સમયસર સહાય મળે અને પશુઓનને ઘાસચારો મળી રહે તો પાણીની વ્યવસ્થા થાય તો કદાચ ખેડૂતોને પોતાના વર્ષો જૂના સાથીથી વિખૂટા પડવાની નોબત જ ના આવે

એક તંદુરસ્ત બળદને રોજનો 20 થી 25 કિલો ચારો જોઈએ છે. દર મહિને બળદના નિભાવ પાછળ આશ્રમને 12 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જો કે આશ્રમમાં આવ્યા બાદ બળદ ભૂખ્યો કે તરસ્યો રહેતો નથી. જે ખેડૂતો અહીં આશ્રમમાં બળદ મુકવામાં આવ્યા છે તેમાથી 60 ટકા દુષ્કાળગ્રસ્ત જામનગર અને દ્વારકાથી આવેલા ખેડૂતોના છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

General Knowledge: રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ એકસરખી કેમ રાખવામાં આવે છે?– આ છે કારણ

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">