AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનથી ગુજરાતમાં બાઈક પર લવાતો માદક પદાર્થ ઝડપાયો, SOG એ બે સગાભાઈઓની કરી ધરપકડ

SOGની ટીમે આરોપી આદીલ મનસુરી અને આરીફ મનસુરી એમ બંને સગા ભાઈઓને માદક પદાર્થ સાથે ઝડપી લઈ પોશીના પોલીસ મથકે જઈ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી.

રાજસ્થાનથી ગુજરાતમાં બાઈક પર લવાતો માદક પદાર્થ ઝડપાયો, SOG એ બે સગાભાઈઓની કરી ધરપકડ
SOG એ બે સગાભાઈઓની કરી ધરપકડ
| Updated on: Aug 18, 2023 | 9:23 PM
Share

સાબરકાંઠા જિલ્લામાં થઈને નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. બાતમી મુજબ પેટ્રોલિંગમાં રહેલ SOG ટીમે બે આરોપીઓને 2.9 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. SOG ટીમ ઉત્તરીય સાબરાકાંઠા જિલ્લાઓમાં આંતર રાજ્ય અને આંતર જિલ્લાની સરહદ તરફથી આવતા જતા વાહનો અને અન્ય લોકો પર નજર રાખી રહી હતી. ત્યારે બાતમી મુજબનુ બાઈક પસાર થતા ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.

SOG દ્વારા અગાઉ પણ એમડી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનુ વેચાણ કરનારા અને હેરાફેરી કરનારાઓને ઝડપ્યા હતા. આમ ફરિ એકવાર સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા માદક પદાર્થની હેરફેરફને ઝડપી લીધી છે. બાતમી મળતા SP વિજય પટેલના માર્ગદર્શન મુજબ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી હતી.

રાજસ્થાનથી બાઈક પર ગુજરાત લવાયો ગાંજો

સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમના પોલીસ કર્મચારી નિકુંજભાઈને બાતમી મળી હતી. જેને લઈને પીઆઈ નિકુંજ રબારી અને પીએસઆઈ સંજય ગોસ્વામીએ બાતમી મુજબના વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે રસ્તા પરની અવર જવર પર બાજ નજર કરી દીધી હતી. SOG ની ટીમના પોલીસ કર્મચારીઓ પણ બાતમી મુજબના વાહન અને આરોપીઓને ઝડપી લેવા માટે વ્યુહાત્મક રીતે ગોઠવાઈ ચુક્યા હતા. આ દરમિયાન ગોયાનાકા પોશીના પાસે બાઈક પર ગાંજો લઈને આવતા બે શખ્શોને ઝડપી લીધા હતા.

બંને સગાભાઈઓ હતા અને તેઓ રાજસ્થાનથી ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. એસઓજીની ટીમે આરોપી આદીલ મનસુરી અને આરીફ મનસુરીને પોશીના પોલીસ મથકે લઈ જઈને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી.

બાઈક પર લઈ આવતા હતા જથ્થો

રાજસ્થાન તરફથી આવતા જ બંને સગા ભાઈઓ પોશીનામાં બાઈક સાથે ઝડપાયા હતા. બંને ભાઈઓએ પોલીસને શંકા ના જાય એ માટે બાઈકનો ઉપયોગ કરીને બાઈક પર જ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા હતા. આ દરમિયાન જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. બંને પાસેથી 2.913 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આમ 29 હજાર 130 રુપિયાનો ગાંજાનો જથ્થો કબ્જે લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.

  1. આદીલ ઇકબાલભાઇ મનસુરી, રહે. મસ્જીદની બાજુમાં, હડાદ તા. દાંતા જી.બનાસકાંઠા
  2. આરીફભાઇ ઇકબાલભાઇ મનસુરી, રહે. મસ્જીદની બાજુમાં, હડાદ તા. દાંતા જી.બનાસકાંઠા

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">