AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈ વિસ્તારમાં લોકોમાં ભય વ્યાપ્યો છે. ગત સપ્તાહે પોલીસ હેડક્વાર્ટરમાં એક ઘોડાના ચહેરાના ભાગે ઈજા પહોંચવાને લઈ ફફડાટ વધ્યો છે.

Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!
એક સપ્તાહથી દીપડાનો ભય
| Updated on: Aug 17, 2023 | 10:44 AM
Share

સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંતો સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈ વિસ્તારમાં લોકોમાં ભય વ્યાપ્યો છે. ગત સપ્તાહે પોલીસ હેડક્વાર્ટરમાં એક ઘોડાના ચહેરાના ભાગે ઈજા પહોંચવાને લઈ ફફડાટ વધ્યો છે.

હિંમતનગર શહેરમાં દીપડાને લઈ છેલ્લા એક સપ્તાહથી ફફડાટ વ્યાપ્યો છે. આ દરમિયાન એક તસ્વીર પણ વાયરલ થઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેલ એક ઘોડાને પણ મોંઢાના ભાગે ઈજા પહોંચી હતી. શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટના જોવા મળવાને લઈ દીપડો હોવાની આશંકાએ વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે.

નદી કાંઠા નજીકના વિસ્તારમાં ફફડાટ

હિંમતનગર શહેરમાં આવેલ ચાંદનગર, હસનનગર, પરબડા, ભોલેશ્વર, મહેતાપુરા, સરકારી આવાસ યોજના ઉપરાંત ક્લેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓના બંગલા અને કર્મચારીઓના આવાસ નજીકમાંજ આવેલા છે. વિસ્તારમાં પોલીસ કર્મચારીઓના આવાસ પણ નજીકમાં આવેલા છે. આવી સ્થિતિમાં શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો ડર વ્યાપ્યો છે. સ્થાનિકો માટે કેટલાક રસ્તાઓ પરથી રાત્રે પસાર થવાનુ પણ બંધ થઈ ગયુ છે.

વન વિભાગે પાંજરુ મુક્યુ

વન વિભાગે હવે આ મામલે પાંજરુ મુકીને દીપડાને પાંજરે પુરવા માટે પ્રયાસ શરુ કર્યા છે. આ ઉપરાંત વિસ્તારમાં ફરીને દીપડો કઈ દીશામાંથી આવે છે અને ક્યાં ફરે છે, તેનો ટ્રેક તૈયાર કરવા માટે વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ વન વિભાગે શરુ કર્યા છે. આ માટે એક પાંજરુ પણ મુકવામાં આવ્યુ છે. પરંતુ દીપડાના કોઈ જ ફુટ માર્ક જણાયા નહીં હોવાને લઈ હાલમાં વનવિભાગ દીપડો હોવા અંગેની વાતનો સ્વિકારવા તૈયાર નથી. જોકે આમ છતાં દીપડાને લઈ વિસ્તારમાં તકેદારીના પગલા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ભોલેશ્વર અને ઝરણેશ્વરના ભક્તોને મુશ્કેલી

હાલમાં અધિક માસ ચાલુ છે અને હવે શ્રાવણ ગુરુવારથી શરુ થાય છે. આમ આ દિવસોમાં વિસ્તારમાં પ્રસિદ્ધ ઝરણેશ્વર અને ભોલેશ્વર મંદિરે ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં વહેલી સવારથી ઉમટતી હોય છે. આમ વિસ્તારમાં હાલમાં મોડી સાંજ થી વહેલી સવાર સુધી રસ્તાઓ દીપડાના ભયથી સૂમસામ રહેતા હોય છે. હવે ઝડપથી દીપડાનો ભય દૂર કરવામાં આવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!

સાબરકાંઠા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">