સાબરકાંઠાઃ અંતરિયાળ વિસ્તારમાં મતદાન કેન્દ્રો માટે ‘શેડો એરિયા’ સમસ્યા મોટો પડકાર

લોકસભાની ચૂંટણીને લઇ તંત્ર સજ્જ છે. તંત્ર દ્વારા આ માટે પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી અને આચાર સંહિતા લાગુ થતા જ તેને અનુસરવાની શરુઆત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન હવે તંત્ર દ્વારા મતદાન મથકોને લઇને પણ અત્યારતી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જોકે આ માટે અંતરિયાળ વિસ્તારમાં કેટલાક પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સાબરકાંઠાઃ અંતરિયાળ વિસ્તારમાં મતદાન કેન્દ્રો માટે 'શેડો એરિયા' સમસ્યા મોટો પડકાર
'શેડો એરિયા' ની સમસ્યા
Follow Us:
| Updated on: Mar 18, 2024 | 1:53 PM

લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા પહેલાથી જ કર્મચારીઓથી લઇને મતદાન મથક અને તેના સ્ટાફને લઈને પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં ચૂંટણીને લઈ કેટલાક પડકારોને પણ તંત્રએ ઝીલવાના છે. જેમાનો એક પડકાર શેડો એરિયાની સમસ્યાનો છે.

જેને પાર પાડવા માટે બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. લોકસભા ચૂંટણીને લઈ મતદાન મથકોના વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક રહે એ પણ જરુરી છે. આ માટે થઈને મતદાન મથકો પર તમામ પ્રયાસો કરવામાં આવે છે. અગાઉની ચૂંટણીઓમાં મતદાન મથકોને લઈ અનુભવો આધારે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી મોટા પડકાર પૈકી એક મોબાઇલ નેટવર્કનો છે.

26 મતદાન કેન્દ્રો શેડો એરિયામાં

સાબરકાંઠાના મુખ્ય ચૂંટણી અધિકારી અને ક્લેકટર નૈમેષ દવેએ બતાવ્યુ હતુ કે, એવા કેટલાક મતદાન મથકો છે કે, જે શેડો એરિયામાં આવેલ છે. આવા શેડો એરિયાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મહંદઅંશે સફળતા મળી છે.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

જિલ્લા ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલાએ જણાવ્યુ હતુ કે, આ પ્રકારે શેડો એરિયામાં 26 મતદાન મથકો હોવાનું સામે આવ્યુ હતુ. જે મતદાન કેન્દ્ર વિસ્તારમાંથી મોબાઇલ નેટવર્કને લઈ જે શેડો એરિયા ઓળખવામાં આવે છે, તેને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈ આ આંક ઘટાડીને 11 સુધી લાવવામાં આવેલ છે.

સિંગલ ડિજીટ કરવા પ્રયાસ

નૈમેષ દવેએ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અમે અને અમારી ટીમ આ માટે પ્રયત્નશીલ છે. શેડો એરિયાને દૂર કરવા માટે મોબાઇલ નેટવર્ક કંપનીઓની સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જે મુજબ સંકલન કરીને આવા શેડો એરિયાને દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. કેટલાક મતદાન મથક કેન્દ્ર વિસ્તારમાં વધારાના બુસ્ટર પણ લગાડીને મોબાઇલ નેટવર્ક શરુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ માટે મોબાઇલ નેટવર્ક કંપની અને ખાસ કરીને BSNL અને JIO ના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. આમ ટૂંક સમયમાં સિંગલ ડિજીટમાં શેડો એરિયાનો આંકડો કરવામાં આવશે. આમ સંપૂર્ણ 100 ટકા મતદાન મથકો મોબાઇલ નેટનર્ક એરિયામાં હોય એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે.

કયા વિસ્તારોમાં સમસ્યા?

ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત સરહદ વિસ્તારના ગામડાઓમાં શેડો એરિયાની સમસ્યા રહેતી હોય છે. પોશીના અને વિજયનગર તેમજ ખેડબ્રહ્મા સહિત અરવલ્લી ભિલોડામાં આ પ્રકારે શેડો એરિયાની સ્થિતિ જોવા મળતી હોય છે. કેટલાક વિસ્તારમાંતો મોબાઇલ નેટવર્ક રાજસ્થાન સર્કલનું આવતું હોવાનું પણ સમસ્યા રહેતી હોય છે. આમ આવા અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક વિસ્તારવુ એ મુશ્કેલ છે.

આ પણ વાંચો: પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">