AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ

પ્રાંતિજ તાલુકાના લીમલા ડેમ વિસ્તારમાંથી એક લાશ મળી આવી હતી. પોલીસે લાશને જોઈને તપાસ શરુ કરી હતી. બીજી તરફ મૃતકની પત્નીએ તેના સસરાને પતિને અકસ્માત નડ્યો હોવાનું કહ્યુ હતુ. પ્રાંતિજ પોલીસને પ્રાથમિક રીતે જ મામલો શંકાસ્પદ જણાતા તપાસ દરમિયાન હત્યા હોવાનું લાગતા જ પત્નીની પૂછપરછ કરતા જ ભાંડો ફૂટ્યો હતો.

પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ
પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ
| Updated on: Mar 17, 2024 | 10:11 AM
Share

તલોદના વલીયમપુરા ગામની પરિણીતા અને દહેગામના ઝડપીયાના યુવકની વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમમાં અંધ એટલા બધા બન્યા હતા કે બંનેને માટે અલગ રહેવું અને વાતચીતોથી દૂર રહેવું પસંદ નહોતું. આ માટે પ્રેમિકાનો પતિ આડખીલી રુપ લાગતો હતો. જેને લઈ તેનો કાંટો નિકાળવા માટે બંનેએ આખરે પ્લાન ઘડી નિકાળ્યો હતો અને એ મુજબ પતિની હત્યા કરી દીધી.

પ્રાંતિજના લીમલા ડેમ વિસ્તારમાંથી પતિ કરણસિંહ ઉર્ફે કિરણસિંહ કાળુસિંહ પરમારની લાશ મળી આવી હતી. જ્યાં નજીકમાંથી તેમનું બાઇક પણ મળી આવ્યું હતુ. જેને લઈ મામલો અકસ્માતનો હોવાનું ખપાવવા માટે પ્રયાસ કરતી કહાની પત્ની આશા પરમારે રજૂ કરી હતી. પરંતુ પોલીસે સ્થળ અને લાશને જોઇ મામલો અકસ્માત નહીં હત્યાનો હોવાની આશંકા રાખી તપાસ શરુ કરી હતી.

અકસ્માતમાં ખપાવવા પ્રયાસ

આ દરમિયાન પોલીસે તપાસ શરુ કરતા લાશ પર કેટલાક ઇજાના નિશાન જોવા મળ્યા હતા. સાથે જ બાઇકની સ્થિતિ અને સ્થળની સ્થિતિ પણ શંકા પ્રેરી રહી હતી. બીજી તરફ મૃતક કિરણસિંહ પરમારની પત્ની આશા પરમારે તેના સસરાને અકસ્માત થયો હોવાની જાણકારી આપી હતી. જેને લઈ મૃતકના પિતા અકસ્માતની રજૂઆત પોલીસને કરી હતી. પરંતુ પોલીસને મામલો અકસ્માતનો નહીં હોવાની શંકા જણાતા તપાસ ઉંડાણપૂર્વક હાથ ધરી હતી.

જેમાં ઇજાના નિશાનને લઈ પૂછપરછ આશા પરમારની શરુ કરતા આખરે તેના જવાબો શંકાને વધારે મજબૂત બનાવતા પોલીસે એક બાદ એક કડીઓ હત્યાને લઈ એકઠી કરી લીધી હતી. પોસ્ટ મોર્ટમ માટે લાશ મોકલતા ત્યાં પણ પ્રાથમિક રીતે અકસ્માત નહીં પરંતુ ગળે ટૂંપો હોવાની વાત સામે આવી રહી હતી. જેને લઈ આખરે આશાબેને પડી ભાંગીને આખીય હકીકત કબૂલી લીધી હતી. આમ પીઆઇ રશ્મીન દેસાઇએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનારા પ્રેમી યુગલને હત્યા કેસના ગુનામાં ઝડપી લીધા છે.

પ્રેમી અને પ્રેમિકાને ધરપકડ

અકસ્માતને હત્યામાં ખપાવનારા પ્રેમી અને પ્રેમિકાની પ્રાંતિજ પોલીસે ધરપકડ કરી લીધી છે. બંને એ પોલીસ સમક્ષ આખોય મામલો કબૂલ કર્યો હતો. બંનેએ કાવતરુ ઘડીને કિરણસિંહ પરમારને ગત 14, માર્ચે લીમલા ડેમ ખાતે બોલાવ્યો હતો. જ્યાં બંનેએ લોખંડના સળીયા વડે હુમલો કર્યો હતો.

તેઓએ લોખંડના સળીયાથી માર મારીને ગળે ટૂંપો આપ્યો હોવાનુ કબૂલ કર્યુ હતું. આમ હત્યા કરીને લાશને પ્રાંતિજ નજીકના લીમલા ડેમ વિસ્તારમાં નાંખી દીધી હતી. ત્યાર બાદ કિરણસિંહ બાલીસણા જવા ગયેલા હોઇ આ દરમિયાન અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સસરાને જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો

ઝડપાયેલ આરોપી

  1. જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ ડાભી, રહે. ઝડકીયા, તા. દહેગામ, જિ. ગાંધીનગર
  2. આશા કરણસિંહ ઉર્ફે કિરણસિંહ પરમાર, રહે. ખાડવાસ, વલીયમપુરા, તા. તલોદ, જિ. સાબરકાંઠા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">