સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે મચાવ્યો હાહાકાર, 4 બાળકોના મોત થતા તંત્ર થયુ દોડતુ – Video

|

Jul 14, 2024 | 1:23 PM

સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરમના કેસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી 4 બાળકોના મોત થયા છે જ્યારે કે 2 બાળકો સારવાર હેઠળ છે. આખરે શું છે આ રોગ અને કયાં છે તેના લક્ષણો? કેમ તે બાળકોમાં ફેલાય રહ્યો છે ?

સાબરકાંઠા જીલ્લામાં અત્યારે સૌથી મોટી પરેશાની કોઈ રોગ હોય તો તે છે શંકાસ્પદ ચાંદીપુરમ. જીહા ચાંદીપુરમે જીલ્લામાં રીતસરનો આતંક મચાવ્યો છે તેવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નહી કહેવાય. ચાંદીપુરમ વાઇરસથી 4 બાળકનો મોત નીપજ્યા છે. ત્રણ દિવસ પહેલા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયાનું સામે આવ્યું છે..મૃતકમાં એક બાળક ખેડબ્રહ્માનું, એક રાજસ્થાનનું હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચેપગ્રસ્ત થયેલા 2 દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમના સેમ્પલ તપાસ માટે પૂણે મોકલાયા

હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ નોંધાયો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યારબાદ 5 જુલાઈ 2024ના રોજ બીજો કેસ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકી નિપજ્યું હતું. ત્રીજો કેસ 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારીયા ગામનો નોંઘાયો હતો. 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. ચોથા કેસમાં અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. આમ 17 દિવસમાં ચારના મોત થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં 8 જુલાઈ 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી અને 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળીયા ગામની 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે.

નોંધાયેલા કેસની વિગત

  • પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ નોંધાયો
  • રાજસ્થાનના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું
  • 5 જુલાઈ 2024ના રોજ બીજો કેસ નોંધાયો
  • અરવલ્લીના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકી નિપજ્યું
  • ત્રીજો કેસ 9 જુલાઈ 2024ના રોજ નોંધાયો
  • 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું
  • ચોથા કેસમાં તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નિપજ્યું
  • રાજસ્થાનના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકીની સારવાર ચાલુ
  • પીપળીયા ગામની 9 વર્ષીય બાળકી પણ સારવાર હેઠળ

સૌથી મોટી અને પડકારજનક બાબત એ છે કે જો ચાંદીપુરમ વાયરસ હોય તો તે ફેલાય પણ શકે છે. સવાલ એ છે કે આખરે ચાંદીપુરમ વાયરસના લક્ષણ શું છે ?

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ચાંદીપુરમ વાયરસના લક્ષણ

  • અચાનક તાવ અને માથું દુઃખવું
  • વોમિટિંગ થવી
  • અશક્તિને કારણે બેભાન થઈ જવું

સાથે જ ચાંદીપુરમના લક્ષણ ઈન્સેફ્લાઈટિસ એટલે કે મગજના તાવને મળતા આવે છે. જો કોઈનામા પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખુબ જ જરૂરી બની જાય છે. ઉપરાંત આ વાયરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે. જેથી કરીને ઘર અને બહાર સ્વચ્છતા રાખવી અત્યંત જરૂરી છે. જેથી કરીને ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય

આ એક એવો ખતરનાક વાયરસછે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે. જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાયરસનું નામ એક ગામના નામ પર રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાયરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈસ 14 વર્ષ કરતા નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.

આ સ્થિતિમાં હવે જરૂર છે તે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે વાયરસને અટકાવવા માટે કામ કરે. કારણ કે બાળકોમાં વાયરસ ફેલાય રહ્યો છે અને અત્યાર સુધી જેટલા લોકો તેનો ભોગ બન્યા છે તેમની ઉંમર 2 વર્ષથી 9 વર્ષ સુધીની છે અને એટલે જ આ વાયરસ વિષે ચિંતા લોકોમાં વધી રહી છે. જોવું રહ્યુ કે આગામી દિવસોમાં પ્રશાસન વાયરસને કેટલું જલ્દી અટકાવવામાં સફળતા મેળવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:21 pm, Sun, 14 July 24

Next Article