સિક્સ લેનનું કામ ચાલુ ઉપરથી વરસાદમાં પડેલા ખાડા, નેશનલ હાઈવે 8 પર થયો ટ્રાફિક જામ, જુઓ દ્રશ્યો

સાબરકાંઠાના ગાંભોઈ નજીકના નેશનલ હાઇવે-૮ પર આજે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો. સિક્સ લેનનું કામ અને વરસાદ બંને સમસ્યાઓ ભેગી થતા લોકોને ભારે હાલાકી પડી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 10:44 PM

સાબરકાંઠાથી નીકળતા હાઈવે પર આજે ટ્રાફિકના એવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જાણે કે આ કોઈ હાઈવે નહીં પરંતુ ગાડીઓ પાર્ક કરવાની જગ્યા હોય. કલાકો સુધી ભારે ટ્રાફિકમાં મોટી ગાડીઓથી લઈને નાની દરેક ગાડીઓની લાઈન જોવા મળી. આ દ્રશ્યો ગાંભોઈ નજીકના નેશનલ હાઇવે-૮ ના છે. જ્યાં કીડીઓ લાઈનમાં જતી હોય એમ મોટી ગાડીઓનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

આ ટ્રાફિક જામ એક તરફ જ નહીં પરંતુ બંને તરફ જોવા મળ્યો. બંને બાજુ 2-2 કિમી કરતા વધુ લાંબી વાહનોની કતારો હતી. વાહન ચાલકો ટ્રાફિકજામથી ખુબ પરેશાન હતા. જણાવી દઈએ કે આ ટ્રાફિકની સમસ્યા આ રોડ પર ઘણા સમયથી છે. અહીંયા સિક્સ લેનનું કામ ઘણા લાંબા સમયથી જોવા મળી રહ્યું છે. આ કામ ખુબ જ મંદ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો હવે પરેશાન થઇ ગયા છે. આ ઉપરાંત દુકાળમાં અધિક માસ એ છે કે સામાન્ય વરસાદમાં પણ હાઈવે પર પડ્યા છે મસમોટા ખાડા પડ્યા છે. જેણે યાત્રાળુઓની સમસ્યા બમણી કરી દીધી છે.

એક સમયે ગુજરાત મોડેલના રોડ રસ્તાના વખાણ આખા દેશમાં થતા હતા ત્યારે આજે એવી સ્થિતિ છે કે રાજ્યમાં ઠેર ઠેર માર્ગ મરામતની તાતી જરૂરીયાત છે. ઘણા રોડ તો મરામતથી પણ સારા થાય એવા નથી. તેને નવેસરથી બનાવવામાં આવે તો જ કામ ચાલે એવું છે. ત્યારે ઘણા માર્ગ એવા પણ છે જે થોડા સમય પહેલા જ બનાવ્યા હોય અને હાલમાં બિસ્માર હાલતમાં હોય.

આ પણ વાંચો: BHAVNAGAR: ગાજવીજ સાથે ભારે વરસાદ શરુ, વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા લોકો ચિંતામાં

આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 28 સપ્ટેમ્બરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">