BHAVNAGAR: ગાજવીજ સાથે ભારે વરસાદ શરુ, વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા લોકો ચિંતામાં

ભાવનગરમાં સુરજ આથમ્યા બાદ રાતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો. વાવાઝોડા સમો પવન ફૂંકાતા શહેરમાં વીજળી ગુલ થયાની માહિતી આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 10:23 PM

ભાવનગરમાં આજે 28 સપ્ટેમ્બરે રાતના સમયે ભારે વરસાદ અને પવન સાથે વીજળીના કડાકા જોવા મળ્યા. આજે રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે ભાવનગરમાં સુરજ આથમ્યા બાદ રાતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદ સાથે ભારે પવનના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. સાથે જ મુશળધાર વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ.

ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતા અંધારપટ જોવા મળ્યો. ત્યારે કુદરતી આફતના ડરાવે એવા દ્રશ્યો સામે આવ્યા હતા. આપ વિડીયોમાં જોઈ શકો છો કે મોશમનો મિજાજ બદલાયા બાદ કેવી રીતે ભારે વરસાદ અને કડાકા ભાવનગરમાં જોવા મળ્યા.

તમને જણાવી દઈએ કે ગુલાબ નામનું જ વાવાઝોડું શાહીનમાં પરિવર્તિત થઇ રહ્યું છે. અને, શાહીનની અસરરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ આગાહી બાદ ભાવનગરમાં જોવા મળેલા દ્રશ્યો આગાહીની સાબિતી પુરતા હોય તેવું જણાઈ રહ્યું છે. લોકોને ક્યાંકને ક્યાંક તાઉ’તે વાવાઝોડાનો સમય પણ યાદ આવી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 28 સપ્ટેમ્બરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો: AMUL HONEY : દૂધ અને દૂધની વિવિધ વસ્તુઓ બાદ અમૂલ હવે મધ વેચશે, કેન્દ્રીય કૃષિમંત્રીએ લોન્ચ કર્યું ‘અમૂલ હની’

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">