Gujarat Top News: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક કે વરસાદ અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

|

Aug 11, 2021 | 8:57 PM

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ, હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે, રાજ્યમાં મેઘરાજાનું ફરી થશે આગમન તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક કે વરસાદ અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1. રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)ની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasma)એ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા 9 દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી.

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો

 

2. રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ

17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં મેઘરાજાનું પૂનઃ આગમન થાય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: સારા સમાચાર : રાજ્યમાં 17 ઓગષ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ

 

3. સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે થશે ઉદ્ઘાટન

 

સુરતમાં હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતમાં નાના વેપારીઓ અને નાના જવેલર્સોને પોતાની પ્રોડક્ટની હરાજી માટે દેશના પ્રથમ ઓકશન હાઉસને તૈયાર કર્યું છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

 

4. ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ, હાઈકોર્ટે જાહેર કરી SOP

ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવા જઈ રહી છે, આ માટે હાઈકોર્ટે SOP જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે 16 મહિના પછી હાઈકોર્ટની પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગષ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ, હાઈકોર્ટે જાહેર કરી SOP

 

5. તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને

રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો, જેની સામે સરકારે પેકેજ જાહેર કર્યું હતું અને વળતર પણ આપ્યું હતું. આમ છતાં વિપક્ષની માંગ છે કે ફરી વાર સર્વે કરવામાં આવે અને જે અસરગ્રસ્તોને વળતર આપવામાં આવે. તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. જેમાં વિપક્ષના નેતાઓ રિ-સર્વેની માગ કરી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને, સરકારે રિ-સર્વેની સ્પષ્ટ ના પાડી દીધી

 

6. દર્દીઓ માટે રાહતના સમાચાર, રેસિડેન્ટ ડોકટરોએ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

ગુજરાતમાં સતત ચાલી રહેલી તબીબોની હડતાળ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટના રેસિડેન્ટ ડોકટરોએ હવે દર્દીઓને રાહત માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય પ્રધાનની અપીલ બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : દર્દીઓ માટે રાહતના સમાચાર, રેસિડેન્ટ ડોકટરોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

 

7. લાંબા વિરામ બાદ તાપી જિલ્લામાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

ગુજરાતમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડના વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Tapi : લાંબા વિરામ બાદ અનેક તાલુકાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

 

8. VMCના કોન્ટ્રકટ સંચાલિત વાહનોના ડ્રાઈવરોએ કર્યું વિરોધ પ્રદર્શન

વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રકટ સંચાલિત વાહનોના ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વ્હીકલ પુલનો કોન્ટ્રાકટ વાઈટલ ફેસિલિટી પાસેથી છીનવી કોર સિકયુરિટીને આપતા ડ્રાઈવરોની મુશ્કેલી વધી છે. નવા કોન્ટ્રાકટર દ્વારા મનપાના વ્હીકલ ચલાવતા ડ્રાઈવરોનો પગાર કાપી લેતા રોષ જોવા મળી રહ્યો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: VADODARA : VMCના કોન્ટ્રકટ સંચાલિત વાહનોના ડ્રાઈવરોએ કર્યું વિરોધ પ્રદર્શન, જાણો શું છે કારણ

 

9. રાજકોટમાં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર

રાજકોટ શહેરમાં રોગચાળા વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ જોવા મળ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડાની વાત કરીએ તો ડેન્ગ્યુના 9, મેલેરિયાના 7 અને ચીકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. જ્યારે સામાન્ય શરદી-ઉધરસ અને તાવના 573 કેસ નોંધાયા.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot માં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર

 

10. માતર તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવા કરી માંગ

ખેડાના માતર તાલુકાના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હજારો વીઘા જમીનો પડતર થઈ રહી છે. રાજ્ય સરકારે પાણી આપવાની જાહેરાત કરી હોવા છતાં પાણી ન આપવામાં આવતા ખેડૂતો કેનાલ પાસે ધરણા શરૂ કર્યા છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Kheda : માતર તાલુકાના ખેડૂતો આક્રોશિત, સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવા માંગ

 

Published On - 5:40 pm, Wed, 11 August 21

Next Article