Kheda : માતર તાલુકાના ખેડૂતો આક્રોશિત, સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવા માંગ

રાજ્ય સરકારે પાણી આપવાની જાહેરાત કરી હોવા છતાં પાણી ન આપવામાં આવતા ખેડૂતો કેનાલ પાસે ધરણા પર બેઠા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:35 PM

ખેડા(Kheda)ના માતર તાલુકાના ખેડૂતો(Farmers)આકરા પાણીએ થયા છે. કેનાલોમાં સિંચાઇ(Irrigation) માટે પાણી છોડવામાં ન આવતા હજારો વીઘા જમીનો પડતર થઈ રહી છે. રાજ્ય સરકારે પાણી આપવાની જાહેરાત કરી હોવા છતાં પાણી ન આપવામાં આવતા ખેડૂતો કેનાલ પાસે ધરણા પર બેઠા છે. ત્રાજ-વિશાખા કેનાલ પર પુનાજ, પૂજેરા, સેખુપુર, ખરાટી, બરોડા, નધાનપુર પાલલા, તેયબપુર ગામના ખેડૂતો કેનાલ પાસે ધરણા કરી સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત સરકાર ઓક્ટોબર માસમાં દુબઈમાં યોજાનારા એકસ્પોમાં ભાગ લેશે, વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ 

આ પણ વાંચો : Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર , 11 હજાર રૂપિયા સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">