AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગષ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ, હાઈકોર્ટે જાહેર કરી SOP

Gujarat High Court : 16 મહિના પછી હાઇકોર્ટ ખુલી રહી છે, હાઇકોર્ટના બે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.મહત્વનું છે કે ઓકટોબર-2020થી હાઈકોર્ટની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 11:48 AM

AHMEDABAD :ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવા જઈ રહી છે. આ માટે હાઈકોર્ટે SOP જાહેર કરી છે. 16 મહિના પછી હાઇકોર્ટ ખુલી રહી છે, હાઇકોર્ટના બે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. આ SOPના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો,

1) કોર્ટ પરિસરમાં વકીલો, રજિસ્ટર્ડ કલાર્ક, પક્ષકારો અને પાર્ટી ઇન પર્સનને જ પ્રવેશવા દેવા છૂટ આપી છે. પત્રકારોને કોર્ટમાં પ્રવેશ પર મનાઇ કરવામાં આવી છે.

2) પ્રત્યેક કેસમાં બન્ને પક્ષના વકીલોની 1 પેરને કોર્ટ રૂમની અંદર જવા દેવામાં આવશે.

3) જે કેસ બોર્ડ પર સુનાવણી માટે આવે તે પછીના 5 કેસના વકીલો કોર્ટ રૂમમાં બેસી શકશે.

4) કોર્ટરૂમમાં પણ બે સીટ છોડીને બેસવા માટેના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

5) પોતાના કેસમાં સુનાવણી પૂર્ણ થાય પછી તરત જ કોર્ટની બહાર નીકળી જવું પડશે.

6) કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર વાહનો પર જ ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ જ પ્રવેશ મળશે.

7) શરદી, ફલૂ કે તાવ જણાશે તો દરવાજા પરથી જ વિદાય આપી દેવામા આવશે.

8) કોર્ટના બીજા માળ સુધી લિફટનો ઉપયોગ કરી શકાશે નહીં.

9) 65 વર્ષથી મોટી ઉમરના વકીલો, કલાર્ક કે જેમને અન્ય બીમારીઓ હોય તેમણે કોર્ટ કાર્યવાહીથી શકય હોય તો દૂર રહેવા પ્રયત્ન કરવો.

મહત્વનું છે કે ઓકટોબર-2020થી હાઈકોર્ટની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : RAJKOT : સિવિલ હોસ્પિટલનો વિચિત્ર પ્રતિબંધ, વોર્ડમાં લીલા નારિયેળ લાવવાની મનાઈ ફરમાવી

આ પણ વાંચો : VADODARA : વેપારીના અપહરણ બાદ 7 લાખની લૂંટ, 50 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">