Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

ભારતનું પ્રથમ ઓકશન હાઉસ હોવાના લીધે સુરત ઉપરાંત રાજયના અન્ય શહેરો અથવા વિશ્વનો કોઇ પણ વેપારીનો તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત નાના વેપારીઓ કંપનીઓ પાસેથી રફ ડાયમંડ પણ અહીથી ખરીદી શકશે.

Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન
Country first auction house ready for diamond-jewellers in Surat inaugurated on August 16
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:40 PM

સુરત(Surat) માં હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ(GJEPC) દ્વારા સુરતમાં નાના વેપારીઓ અને નાના જવેલર્સોને પોતાની પ્રોડક્ટની હરાજી માટે દેશના પ્રથમ ઓકશન હાઉસ(Oction House) ને તૈયાર કર્યું છે. જેમાં અંદાજે 4 કરોડના ખર્ચે 2200 સ્કેવરફૂટ વિસ્તારમાં તે નિર્મિત કરવામાં આવ્યું છે. આ ઓક્શન હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે.

નાના વેપારીઓ કંપનીઓ પાસેથી રફ ડાયમંડ પણ અહીથી ખરીદી શકશે.

જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ(GJEPC)ના જણાવ્યા અનુસાર આ ઓકશન હાઉસમાં સરકારી નિયમો મુજબ રફ, પોલિશ્ડ ડાયમંડ , જેમ્સ સ્ટોન અને જ્વેલરીની ખરીદી, વેચાણ અને હરાજીની પ્રકિયા કરી શકાશે. આ ભારતનું પ્રથમ ઓકશન હાઉસ હોવાના લીધે સુરત ઉપરાંત રાજયના અન્ય શહેરો અથવા વિશ્વનો કોઇ પણ વેપારીનો તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત નાના વેપારીઓ કંપનીઓ પાસેથી રફ ડાયમંડ પણ અહીથી ખરીદી શકશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

surat

આ ઉપરાંત જીજેઇપીસીના જણાવ્યા મુજબ સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ ઓક્શન હાઉસ બનાવાયું છે. જેમાં કોઈપણ વ્યક્તિ, કોઈ પણ માઈનર માલ બતાવવા માટે અથવા વેચાણ માટે લાવી શકેશે. તેમજ લોકલ માર્કેટમાંથી કોઈએ ટેન્ડરિંગ કરવું હોય તે પણ પોતાનો માલ સરળતાથી મૂકી શકશે. જેમાં પગલે મોટી માઈનર કંપનીઓ સુરતના ડાયટ્રેડ સેન્ટરમાં આવશે જ્યારે નાની કંપનીઓ આ ઓક્શન હાઉસનો ફાયદો ઉઠાવી શકશે.

આ અંગે એક સમાચાર પત્રને જણાવતા જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે અત્યારસુધી હોટલો ભાડે ઓક્શન કરવામાં આવતું હતું. સુરતમાં ઘણી કંપનીઓ હરાજી કરવા આવતી હતી હોટલોમાં આયોજનો થતા ત્યાં સિક્યોરટી અને લોકરની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આ ઓક્શન હાઉસ તૈયાર થઈ જવાથી આ મુશ્કેલીઓ હવે દૂર થશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા માટે ત્રણ એજન્સીઓને જ માન્યતા આપવામાં આવી છે. જેમાં આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓકશન હાઉસનું ઉદઘાટન જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ દ્વારા 16 ઓગસ્ટના કરવામાં આવશે.

આ પણ વાંચો :  Shravan-2021: ભૂલથી પણ મહાદેવને આ વસ્તુઓ ન કરતા અર્પણ, નહીંતર બની જશો પાપના ભાગીદાર !

આ પણ વાંચો :  Sahdev Dirdo: ‘બચપન કા પ્યાર’ ગીત ગાનારા સહદેવને મળી આ ગિફ્ટ, ઇન્ટરનેટ સેન્સેશન તરીકે મળ્યું સ્થાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">