Gandhinagar : રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠક પૂર્ણ થઇ છે. કેબીનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 1:08 PM

GANDHINAGAR : આજે 11 ઓગષ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠક પૂર્ણ થઇ છે. કેબીનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા 9 દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી.

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા 9 દિવસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ વિક્રમજનક રહ્યો છે. આ 9 દિવસના કાર્યક્રમમાં કુલ 8,068 કરોડના કામો કરવામાં આવ્યાં છે.

ધોરણ-6 થી ધોરણ-8 ના વર્ગો શરૂ થવા અંગે  પ્રશ્ન પૂછવામાં આવતા શિક્ષણપ્રધાને કહ્યું કે આ અંગેનો નિર્ણય 15 ઓગષ્ટ પછી કરવામાં આવશે. એટલે કે લગભગ હવે પછી યોજાનારી કેબીનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે એ વાત નક્કી છે.

રાજ્ય સરકારે તાઉ તે વાવાઝોડામાં ઓછી સહાય આપી છે એ આરોપોનો જવાબ આપતા શિક્ષણપ્રધાને કહ્યું કે તાઉ તે વાવાઝોડામાં સરકારે પહેલા ક્યારેય ન આપી હોય એટલી સહાય આપી છે. પહેલા જયારે વાવાઝોડાથી વીજ જપ્રવાહ ખોરવાતો ત્યારે એક મહિનાઓ સુધી શરૂ થતો નહતો, પરંતુ આપણે દસ જ દિવસમાં વીજપ્રવાહ શરૂ કરી દીધો હતો.

આ પણ વાંચો : AMRELI : લાઠીની મહાદેવ ગૌશાળામાં ચોરી, તસ્કરો 80 મણ વજનની તિજોરી ઉપાડી ગયા

આ પણ વાંચો : SABARKANTHA : હિંમતનગર મેડિકલ કોલેજમાં એકસાથે 30 વિદ્યાર્થીઓને ટાયફોઇડ થયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">