અમદાવાદના રાજપથ કલબમાં કલાર્કે બોગસ મેમ્બરશીપ આપીને કરી કરોડોની છેતરપિંડી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
રાજપથ કલબ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. રાજપથ કલબના મેનેજર અમિત પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કલબના જ ક્લાર્ક સામે ફરિયાદ કરતા આ ચર્ચા વ્યાપી છે. મેનેજર અમિત પટેલે ફરિયાદ કરી કે કલબમાં જ કામ કરતો ક્લાર્ક હિતેશ દેસાઈએ બોગસ મેમ્બરશીપ ફાળવીને 1 કરોડ 65 લાખની છેતરપિંડી આચરી છે. હિતેશ દેસાઈ 7 વર્ષથી રાજપથ કલબમાં […]
રાજપથ કલબ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. રાજપથ કલબના મેનેજર અમિત પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કલબના જ ક્લાર્ક સામે ફરિયાદ કરતા આ ચર્ચા વ્યાપી છે. મેનેજર અમિત પટેલે ફરિયાદ કરી કે કલબમાં જ કામ કરતો ક્લાર્ક હિતેશ દેસાઈએ બોગસ મેમ્બરશીપ ફાળવીને 1 કરોડ 65 લાખની છેતરપિંડી આચરી છે.
હિતેશ દેસાઈ 7 વર્ષથી રાજપથ કલબમાં કામ કરે છે. તેની કામગીરી જોઈને કલબ દવારા તેને બઢતી આપવામાં આવી હતી અને મેમ્બરશીપના કાર્ડ બનાવવાની કામગીરી તેને સોંપવામાં આવી હતી. જેમાં નવા કે જુના મેમ્બરને તે કાર્ડ બનાવી આપી શકતો. બસ તે જ વાત નો તેણે લાભ લીધો. અમિત પટેલની વાત માનીએ તો હિતેશ દેસાઈએ મૃત્યુ પામેલા મેમ્બરના નંબરની ફાળવણી કરીને નવા સભ્યોને મેમ્બરશિપ ફાળવી કૌભાંડ આચરતો હતો. તેણે અનએક્ટિવ મેમ્બરના નામ અને સરનામા સાથે ચેડા કરીને નવા સભ્યોને મેમ્બરશિપ ફાળવી કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. આ તમામ વાતની જાણ જ્યારે પ્રવીણચંદ્ર દેસાઈની મેમ્બરશિપ સંદીપ શાહના નામે થઈ અને તેની વિગત હિતેશ પાસે જ માગવામાં આવી અને તે ગલ્લા ટલ્લા કરવા લાગ્યો વિગતો આપવામાં જે બાદ તપાસ કરતા થઈ હતી.
તપાસ કરતા એ પણ સામે આવ્યું હતું કે હિતેશે 18 અને 20 એમ કુલ 38 મેમ્બરશીપ આ રીતે ફાળવી મેમ્બરશીપ સામે થતા નાણાં કરતા ઓછા નાણાં લઈને પોતે ચાઉં કરી ગયો છે. જેની હાલ અંદાજે રકમ 1.65 કરોડ માનવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું કે ક્લબમાં ૧૮ મેમ્બર અનએક્ટિવ હતા તે મેમ્બરોના ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને હિતેશે મેમ્બરશિપ આપી હતી. આ સિવાય હિતેશે ૨૦ અનએક્ટિવ મેમ્બરોનાં નામ અને એડ્રેસમાં ચેડાં કરીને નવી મેમ્બરશિપ બનાવટી એફિડેવિટ કરીને બનાવી આપીને દરેક પાસેથી ટ્રાન્સફર ફી પેટે ૨.૩૬ લાખ રૂપિયા પણ લીધા હતા.
હિતેશ દેસાઇએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતાં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તો હિતેશે આચરેલાં કૌભાડની તપાસ કરવા માટે ક્લબે ચાર સભ્યની સમિતિની રચના કરી છે. સમિતિમાં જનરલ મેનેજર અમિત પટેલ, ડેપ્યુટી જનરલ મેનેજર ભરત પટેલ, જયેશ વ્યાસ અને આઈ.ટી. મેનેજર રમેશ મૌર્યનો સમાવેશ થાય છે. ચાર સભ્યની સમિતિને કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ મેમ્બર કે સ્ટાફના સભ્ય અથવા તો ડિરેક્ટર સામે પગલાં લેવાની પણ સત્તા આપવામાં આવી છે.
[yop_poll id=1463]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]