ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર, તો રાજપૂત કરણીસેનાના મહિપાલ મકરાણાએ આપી આ ચીમકી- જુઓ વીડિયો

રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. એકતરફ ભાજપ રાજકોટ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવતા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ રાજપૂત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે રૂપાલાને લઈને આ ચીમકી ઉચ્ચારી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 10:15 PM

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના એક નિવેદનની શરૂ થયેલી વિવાદની આગ હજુ શાંત થઈ નથી અને રોજ તેમા કંઈને કંઈ ઉતારચડાવ જોવા મળી રહ્યા છે. ક્યારેક એવુ જોવા મળે છે કે આંદોલન ઠંડુ પડ્યુ છે તો ફરી કોઈ ક્ષત્રિય નેતાના નિવેદનથી આંદોલન વધુ જલદ બનતુ દેખાઈ આવે છે. રાજકોટમાં એકતરફ પરશોત્તમ રૂપાલાએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે. પશ્ચિમ વિધાનસભા બેઠક પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. અમૃતસાગર પાર્ટી પ્લોટમાં રૂપાલાની જનસભા યોજાઈ હતી.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજપૂત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે રૂપાલા અમારી બહેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરે છે. તેમણે જણાવ્યુ કે ભાજપ વારંવાર રાજપૂત સમાજને પ્રતાડિત કરવાનુ કામ કરે છે. અમારી માત્ર એટલી જ માગ છે કે એવી કોઈપણ વ્યક્તિને સંસદમાં મોકલવામાં ન આવે. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ચીમકી ઉચ્ચારી કે જો તેમ નહીં થાય તો રાજપૂત કરણી સેના દેશવ્યાપી આંદોલન કરશે.

આ તરફ જામનગરના કાલાવડમાં ક્ષત્રિયોએ રૂપાલાના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો તો વડોદરાના ડભોઇમાં 15 જેટલા ગામોમાં ક્ષત્રિયોએ બેનર લગાવી રૂપાલા અને ભાજપનો વિરોધ કર્યો. આ તરફ પરશોત્તમ રૂપાલા 5 લાખ મતોના અતંરથી ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે પ્રચારમાં નીકળી પડ્યા છે. રાજકોટના સંત કબીર રોડ પર રૂપાલાએ પોતાના કાફલા સાથે જઇને જનસંપર્ક કર્યો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. ક્ષત્રિય સમાજને રૂપાલાની ટિકિટ કપાય તેનાંથી ઓછું કંઇ ખપે તેમ નથી. બીજી તરફ  રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે, પ્રદેશ ભાજપ પ્રમુખે પણ બે હાથ જોડી માફી માંગી છે. પરંતુ ઉગ્ર થતા વિરોધ વચ્ચે ભાજપ હવે મચક આપવા તૈયાર નથી. ત્યારે આ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવી છે અને આ ખટરાગ હવે સામાજિક વિગ્રહમાં ન ફેરવાઇ જાય તે માટે સુખદ સમાધાનનો પ્રયાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની સભા બહાર ક્ષત્રિય મહિલાઓનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે કરી ઝપાઝપી- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">