Rajkot: રાજકોટ ટ્રાફિક વિભાગનો નવતર અભિગમ, ટ્રાફિક નિયમોનું પાલન કરનારને “ટ્રાફિક જીનીયસ” કહીને કરાય છે સન્માન

Rajkot: રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે નવી પહેલ શરૂ કરી છે. જેમા હેલ્મેેટ, સીટ બેલ્ટ અને સિગ્નલ પર શાંતિથી ઉભા રહેલનારા  વાહનચાલકનું સન્માન કરવામાં આવે છે અને ટ્રાફિક નિયમો લખેલી કાપડની એક થેલી આપવામાં આવે છે. જેના દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટશે અને લોકો નિયમો વાંચી પાલન કરવા પણ પ્રેરાશે.

Rajkot: રાજકોટ ટ્રાફિક વિભાગનો નવતર અભિગમ, ટ્રાફિક નિયમોનું પાલન કરનારને ટ્રાફિક જીનીયસ કહીને કરાય છે સન્માન
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:42 PM

Rajkot: રાજકોટ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરાઇ છે.”ટ્રાફિક જીનીયસ” નામથી રાજકોટ શહેર ટ્રાફિક વિભાગે નવી અભિગમ શરૂ કર્યો છે.જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા,સિગ્નલ પર સ્ટોપ લાઈન પર ઊભું રહેવું સહિતના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકનું સન્માન કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક જિનિયસ તરીકે સન્માન કરીને ટ્રાફિક નિયમો લખેલી કાપડની થેલી પણ આપવામાં આવે છે. કાપડની થેલી દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પણ સંદેશ અપાય છે. ચોપાનિયા લોકો વાંચે ન વાંચે, કાપડની થેલી લાંબો સમય સચવાતી હોવાથી નિયમો પણ લોકોના ધ્યાનમાં આવે અને પ્લાસ્ટીકનો ઉપયોગ પણ ઓછો થાય તેવો પણ ઉદ્દેશ કાપડની થેલી આપવાનો છે.

ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમો પાળે તેથી શાળા કોલેજોમાં પણ અભિયાન

આ ઉપરાંત શાળા કોલેજોમાં પણ “ટ્રાફિક જિનિયસ” અભિયાન હેઠળ ટ્રાફિક નિયમો અંગે ક્વીઝનું પણ આયોજન કરાય છે. જેથી બાળકોને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું પ્રોત્સાહન મળે. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઇને પહેલી વખત ટ્રાફિક ડીસીપીને પણ રાજકોટ શહેરમાં નિમણૂંક અપાઈ છે. રાજકોટના પહેલા ટ્રાફિક ડીસીપી તરીકે IPS પૂજા યાદવની નિમણુંક કરવામાં આવી છે.જ્યારથી તેમની નિમણૂક કરવામાં આવી ત્યારથી રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે તેઓ સતત કાર્યરત રહે છે અને નવા નવા અભિયાનો કરતા રહે છે.

રાજકોટીયન્સમાં સ્વયંભૂ ટ્રાફિક પાલનનો અભાવ

રાજકોટ શહેરની વાત કરવામાં આવે છે. રાજકોટ શહેરના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ખૂબ જ ઓછું કરતા હોય છે.હવે ટ્રાફિક સિગ્નલો પર સીસીટીવી દ્વારા ઓટોમેટિક ઈ ચલણ આવવાથી હવે લોકો પાલન કરવા લાગ્યા છે પરંતુ તો પણ હજુ પણ મોટા પ્રમાણમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. ટ્રાફિક વિભાગનો નવતર અભિગમ આવકારવા લાયક છે પરંતુ રાજકોટીયન્સમાં ટ્રાફિક સેન્સનો ખૂબ અભાવ છે. જેમકે ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુ જે જગ્યા રાખવાની હોય છે તેનું મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો પાલન કરતા નથી, આ ઉપરાંત સ્ટોપ લાઇનનો પણ અનેક વાહન ચાલકો ભંગ કરે છે,તો સિગ્નલ બંધ હોવાથી કેટલાક વાહન ચાલકો વહેલા જવા માટે રોંગ સાઈડમાં પોતાના વાહન લગાવી દે છે,આ ઉપરાંત ચાલુ ટુ વ્હીલર પર મોબાઈલ પર વાત કરવી,જોખમી રીતે વાહન ચલાવવું,ત્રણ સવારીમાં ટુ વ્હીલ ચલાવવું આ પ્રકારના દ્રશ્યો રાજકોટ શહેરના રસ્તાઓ પર સામાન્ય છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

માત્ર ટ્રાફિક વિભાગ નહિ,લોકોની પણ જવાબદારી

માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ ટ્રાફિક પોલીસ જ નહિ પરંતુ સ્વયંભૂ પણ લોકો કરે તે ખૂબ જરૂરી છે. રાજકોટમાં સ્વયંભૂ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું પ્રમાણ ખુબ જ ઓછું જોવા મળે છે. જેથી ટ્રાફિક વિભાગ તો પ્રયત્ન કરી જ રહ્યું છે.પરંતુ લોકો જ્યારે સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થશે ત્યારે જ રાજકોટની ટ્રાફિક સમસ્યાનો હલ આવશે.

  1. સપ્ટેમ્બર મહિનામાં માત્ર ઈ ચલણ દ્વારા દોઢ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો
  2. અલગ અલગ ટ્રાફિક નિયમ ભંગના સપ્ટેમ્બર મહિનાના આંકડા નીચે મુજબ છે.
  3. સપ્ટેમ્બર મહિનામાં માત્ર ઇ ચલણ દ્વારા 1 કરોડ 51 લાખ 91 હજાર 800 રૂપિયાનો દંડ ફટકારાયો
  4. સ્ટોપ લાઈન ક્રોસ (2907 કેસ) (18 લાખ 75 હજાર દંડ)
  5. હેલ્મેટ વગર ટુ વ્હીલ ચલાવવું (6090 કેસ) (30 લાખ 45 હજાર દંડ)
  6. ત્રણ સવારી વાહન (766 કેસ) (76600 દંડ)
  7. ચાલુ ટુ વ્હીલ પર ફોન પર વાત કરવી (1137 કેસ) (6 લાખ 67 હજાર 500 દંડ)
  8. જોખમી રીતે ટુ વ્હીલ ચલાવવું (4620 કેસ) (69 લાખ 30 હજાર)
  9. જોખમી રીતે કાર ચલાવવી (204 કેસ) (6 લાખ 12 હજાર દંડ)
  10. આ આંકડા માત્ર ઇ ચલણ દ્વારા થયેલા કેસ અને દંડના છે. સ્થળ પર વાહન પકડીને કેસ કરીને કરેલા કેસ અને દંડના આંકડા આનાથી પણ વધુ છે 

આ પણ વાંચો:  Rajkot: રાજકોટમાં રોગચાળાએ ઉંચક્યુ માથુ, દર્દીઓથી ઉભરાઈ સિવિલ હોસ્પિટલ, શરદી, તાવના કેસમાં વધારો-Video

“લોકો સ્વયંભૂ ટ્રાફિક નિયમો પાળતા થાય તે ઉદ્દેશ”:DCP પૂજા યાદવ

રાજકોટના પહેલા ટ્રાફિક DCP પૂજા યાદવે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના લોકો પણ ટ્રાફિક પાલન કરે તે માટે સતત અલગ અલગ અભિયાનો શરૂ છે. અવેરનેસ કાર્યક્રમો પણ સતત ચાલુ છે અને શાળા કોલેજો અને અલગ અલગ સંસ્થાઓના સહયોગથી સતત ટ્રાફિક જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ. ભવિષ્યમાં રાજકોટના લોકો સ્વયંભૂ ટ્રાફિકના નિયમો પાળતા થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">